Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

અંતે મોરબીને કાયમી ચીફ ઓફિસર મળ્યા ચીફ ઓફિસર તરીકે કલ્પેશ ભટ્ટની નિમણુક

લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની કરાતી માંગ આખરે સંતોષાઈ

 

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફીસર ના હોય જેથી પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડ્યા હોય ત્યારે લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની કરાતી માંગ આખરે સંતોષાઈ છે અને મોરબીને કાયમી ચીફ ઓફિસર મળ્યા છે

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે કલ્પેશ પરષોતમભાઈ ભટ્ટની નિમણુક કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા કલ્પેશ ભટ્ટને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે નિમણુક આપવામાં આવી છે અને મોરબી ખાતે ચીફ ઓફિસરની જગ્યા પર તુરંત હાજર કરવાની કાર્યવાહી પ્રાદેશિક કમિશ્નરને સોપવામાં આવી છે

   મોરબીને કાયમી ચીફ ઓફિસર મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઘણા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડું ગબડવાતું હતું અને પ્રજાના પ્રશ્નો ટલ્લે ચડતા હતા ત્યારે હવે કાયમી ચીફ ઓફિસર મળતા પ્રજાના પ્રશ્નો ઉકેલાઈ જશે અને લોકોની સુખાકારી માં વધારો થશે કે નહિ તે તો સમય નક્કી કરશે

(11:56 pm IST)