Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાણાવાવમાં પરપ્રાંતિય જયોતિષ દિપક જોષીની કપટલીલાનો સંકેલો કરાવતી વિજ્ઞાન જાથા

પોરબંદર જિલ્લાના રાણાવાવમાં છેલ્લા બે માસથી ભાડાના મકાનમાં રહેતા દિલીપ તેજમલ જોષી દ્વારા જયોતિષના નામે લોકોને ખંખેરવાનું શરૂ કરાયુ હતુ : દુઃખ નિવારણ અર્થે રૂ.૫૦૦ થી રૂ.૩૧૦૦૦ સુધીની ફી વસુલાતી હતી : ભ્રામક પત્રિકા બહાર પાડી લોકોને છેતરવામાં આવતા : આ રાજસ્થાની જયોતિષની સાથે બે સાગ્રીતો પણ કામ કરતા હતા : છેતરાયાનો અનુભવ કરનારાઓએ ભારત જન વિજ્ઞાન જાથાના કાર્યાલયે જાણ કરતા પોલીસને સાથે રાખી વિધિવત પર્દાફાશ કરાયો હતો  : રાણાવાવ પી.એસ.આઇ. શ્રી ઝાલાએ ફાળવેલા સ્ટાફ જાથાની ટીમની સાથે રહેલ : ઢીલાઢફ થઇ ગયેલા જયોતિષ દિલીપભાઇએ તુરંત ભુલ કબુલી લઇ આ બધુ બંધ કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડાયો હતો : છેતરાયેલા લોકોએ રોષ વ્યકત કરેલ પરંતુ પોલીસે કાયદો હાથમાં ન લેવા કડક નિર્દેશ આપી જયોતિષને સુધરી જવાની તક અપાઇ હતી : વિજ્ઞાન જાથાનો ૧૧૭૬ મો સફળ પર્દાફાશ રહ્યાનું રાજયના ચેરમેન એડવોકેટ જયંતભાઇ પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે.

(3:31 pm IST)