Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જુનાગઢ યુનિવર્સિટી દ્વારા બંને સેમેસ્ટરની એક સાથે પરીક્ષા લેવાની નવી પહેલ

૪ જીલ્લામાં ૬૪ પરીક્ષા કેન્દ્રો અને ૩૫,૬૧૩ ઘટાડોઃ ચોરી અટકાવવા અને તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે યુનિવર્સિટી ખાતેથી સી.સી.ટીવ. મોનીટરીંગ, અધ્યાપકોની ૩૨ જેટલી સ્કવોડ અને ઇ.સી.મેમ્બર્સની ફલાઇંગ સ્કવોડ બાજ નજર સાથે કાર્યરત રહેશેઃ ૧પ દિવસ જેવા ટૂંકાગાળામાં પરીણામ

જુનાગઢ, તા.૧૦: ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આવતીકાલથી નવી પહેલરૂપે સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અને પ ની પરીક્ષા યુનિવર્સિટી નિયમન હેઠળના ચાર જીલ્લામાં શરૂ થઇ છે. જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથી અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુલ ૬૪ પરીક્ષા કેન્દ્રો ઉપર ૩૫૬૧૩ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ ૧૨ કોર્ષની પરીક્ષા આપશે. આ અલગ અલગ કોર્ષીસમાં આર્ટસ, હોમસાયન્સ, કોમર્સ, સાયન્સ, આઇ.ટી., કમ્પ્યુટર, ગ્રામીણ સમાજ, સમાજકાર્ય વિગેરેનો સમાવેશ થાય છે.

આ અંગે યુનિવર્સિટીની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ લેવાનાર આ મોટા ભાગની પરીક્ષા દિવાળી પૂર્ણ કરવી અને પરીક્ષા પૂર્ણ થયાના માત્ર પંદર દિવસમાં પરીક્ષાના પરીણામો જાહેર કરવાનો યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે વિશ્વાસ વ્યકત કર્યો હતો. તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા યોજાય અને ચોરીનું દુષણ સદંતર નાબુદ થાય તથા હોંશિયાર વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે યુનિવર્સિટી ખાતેથી દરેક પરીક્ષા કેન્દ્રનું ઝીણવટભર્યુ સી.સી.ટી.વી. મોનીટરીંગ કરવામાં આવશે. અને સી.સી.ટી.વી.ના માધ્યમથી પણ કોપીકેસ કરવામાં આવશે. આ ઉપરાંત અનુભવી અને બાહોશ અધ્યાપકોની ટીમને પરીક્ષા કેન્દ્ર ઉપર સ્કવોડમાં મોકલવામાં આવશે અને સાથે સાથે યુનિવર્સિટીના સરકાર નિયુકત સહિત તમામ ઇ.સી.મેમ્બર્સને પણ ફલાઇંગ સ્કવોડમાં મોકલવામાં આવશે.

(1:07 pm IST)