Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને અભિનેતા ગોવિંદા

બોટાદઃ બોટાદના સાળંગપુર ખાતે સુપ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર ગોવિંદા કાલે સવારના કષ્ટભંજન દેવ હનુમાનજી દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓએ ગોવિંદા સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના દર્શને ફિલ્મ સ્ટાર ગોવિંદા આવી પહોંચ્યા હતા. ગોવિંદાએ કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ મંદિરની ઓફિસમાં મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી અને શાસ્ત્રી હરીપ્રકાશદાસજી સ્વામીએ ફુલહાર પહેરાવી તેમને હનુમાનજીનો ફોટો આપ્યો હતો. જ્યારે ફિલ્મ સ્ટાર ગોવિંદા દ્વારા જણાવાયુ કે હનુમાનજી મહારાજમાં તેઓને અપાર શ્રધ્ધા છે અવારનવાર તેઓ કષ્ટભંજન હનુમાનજીના દર્શને આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી વ્યસ્તતા હોવાના કારણે દર્શનાર્થે આવી શકાયુ ના હતુ જ્યારે ગત રાત્રીના સ્વપ્નમાં હનુમાનજી મહારાજ આવતા તાત્કાલિક દર્શન કરવા આવ્યા હોવાનું જણાવ્યુ હતું. જ્યારે ગોવિંદા સાથે સેલ્ફી લેવા માટે મંદિરમાં હાજર રહેલા લોકોએ પડાપડી કરી હતી તો બીજી તરફ ગોવિંદાએ સહજ સ્વભાવે લોકોને સેલ્ફી લેવા દીધી હતી. (તસ્વીર-અહેવાલઃ સાત્વિક વાઘેલા-બોટાદ)

(11:56 am IST)
  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST