Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જામનગરના ગુલાબનગરમાં પતંગ ઉડાડતા શોક લાગતા બાળકનું મોત

જામનગર, તા. ૧૦ : સિંધી કોલોની શિવનગર, ગુલાબનગર, જામનગરમાં રહેતા દેવેન્દ્ર મગનભાઇ કબીરા એ સીટી બી-ડિવિીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે ધાર્મિક દેવેન્દ્રભાઇ કબીરા ઉ.વ.૯ પોતાના ઘરે છત પર પતંગ ઉડાવતા વિજળીના તાર ખડી જતા શોક લાગતા બેભાજ થઇ જતા સારવારમાં લાવતા મરણ ગયેલ જાહેર કરેલ છે.

દુકાનમાંથી મોબાઇલ ચોરાયો

સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભરતકુમાર નરોમતદાસ શાહએ ફરીયાદ નોંધાવી છે કે રણજીત રોડ, ધી મોર્ડન મેડીકલ સ્ટોર ખાતે કોઇ અજાણ્યો ચોર ઇસમ જેને શરીરે બ્લ્યુ કલરનો શર્ટ પહેરેલ તે ફરીયાદીની દુકાન ખાતે કાઉન્ટર ઉપર રાખેલ મોબાઇલ ફોન વી.વી. કંપનીના ઝેડ-૧ પ્રો. મોડલ નો જેનો આઇ.એમ.આઇ. નંબર ૮૬ર૧૪૪૦ ૪રપ૬૧પ૬, કિંમત ૧૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

જિલ્લા પંચાયતના પાર્કિંગમાંથી મોટર સાયકલ ચોરાયું

સીટી-એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બહાદૂરસિંહ દાનુભા ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે જિલ્લા પંચાયત ખાતે પાર્કિંગમાં ફરીયાદી બહાદુરસિંહનું હિરો-હોન્ડા કંપનીનું મોટર સાયકલ કાળા કલરનું જેનાર રજી. નં. જી.જે. ૧૦-એલ-૮પ૭પ જેની કિંમત રૂ. ૧૦,૦૦૦/-નું કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ છે.

પાણા વડે હુમલો કર્યાની રાવ

લાલપર પોલીસ સ્ટેશનમાં હિરેનભાઇ જેઠાભાઇ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે પીપરટોડા તથા ગલ્લા ગામના હાઇવે રોડ પર હિરેનભાઇ તેમજ સાહેદને બોલીને ભીખાભાઇ દલાભાઇ સાગઠીયા, પ્રકાશભાઇ દલાભાઇ સાગઠીયા, રસીલાબન કાથળ ભાઇ રે. દડીયા ગામવાળા પાણા વડે માથાના ભાગે ઇજા કરેલ અને માથામાં પાછળના ભાગે જમણી સાઇડમાં પાણા વડે ઇજા કરી માથામાં ટાકા આવેલ હોય એક સંપ કરી ગુનો કરેલ છે.

(11:55 am IST)
  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST