Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પોરબંદરમાં પ્રાચીન રાસની રમઝટ

પોરબંદરઃ કમલાબાગ પાછળ શ્રીજી તથા અંબીકા હાઉસીંગ બોર્ડ કોલોનીમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. ગરબીમાં ફકત નાની બાળાઓ તાળી રાસ લઇને રાસ-ગરબા રમે છે. નોરતામાં માતાજીની આરાધના સ્તુતી પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવામાં શ્રીજી-અંબીકા હાઉસીંગ બોર્ડ ગરબી મંડળના પ્રમુખ જયેશભાઇ સવજાણી, બચુભાબાપુ, કિશોરભાઇ ખંઢેરીયા, રવિભાઇ ભટ્ટ (કાઉન્સીલર), વનરાજસિંહ, અમીતભાઇ ખખ્ખર તથા રાહુલભાઇ કકકડ કાર્યકરો જહેમત ઉઠાવે છે. ગરબે રમતી બાળાની તસ્વીર.

(11:51 am IST)