Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કચ્છના નારાયણસરોવરની પિસ્તાનાની પ્રસાદી ઘરમાં લાવવાથી વરસે છે લક્ષ્મીજીની કૃપા- જાણો અનોખી પરંપરાગત માન્યતા

ભુજ, તા.૧૦:  હિન્દુ ધર્મ પરંપરાના કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણસરોવર સાથે વિજયાદશમીની અનોખી પરંપરા સંકળાયેલી છે. રાજાશાહીના સમયથી ચાલી આવતી આ પરંપરામાં નારાયણસરોવરના ગાદીપતિ દ્વારા કરાતું શસ્ત્ર પૂજન તેમ જ શ્રદ્ઘાળુ ભકતોને અપાતી પિસ્તાનાની પ્રસાદી છે. શસ્ત્રપૂજનની વાત કરીએ તો નારાયણસરોવર જાગીર ના નવનિયુકતઙ્ગ ગાદિપતી શ્રી સોનલલાલજી મહારાજ, કોટેશ્વર મહાદેવના મહંત શ્રી દિનેશગીરી બાપુ તેમજ ઉપ સરપંચ શ્રી સુરુભા જાડેજા, ગ્રામજનો યુવાનો, વાજતેગાજતે ભગવાન શ્રી ત્રિવિક્ર્મરાયજી મંદિર થી વાજતેગાજતે નારાયણ સરોવર ખાતે આવેલ શ્રી મહાપ્રભુજી ની ૮૪ બેઠકો પૈકી ૬૩ નંબર ની બેઠકજી એ પહોંચ્યા હતા. જયાં શસ્ત્રના પ્રતીકરૂપે તલવારનુ સમી વૃક્ષ નીચે પુજન કરવામાં આવ્યું હતું.

પ્રસાદીની પરંપરા

હિન્દુ ધર્મના પ્રસિદ્ઘ અને પવિત્ર એવા કચ્છના નારાયણસરોવર તીર્થધામની વિજયાદશમીના પવિત્ર ધાર્મિક દિવસ સાથે અનોખી એવી ધાર્મિક પરંપરા સંકળાયેલી છે. રાજશાહીથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા છે 'પિસ્તાના' ની પ્રસાદીની!! નારાયણસરોવર જાગીરના નવનિયુકત ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, 'પિસ્તાના'ની આ પ્રસાદી લેવા લોકો દેશ દેશાવરથી ખાસ નારાયણસરોવર આવે છે, જેઓ રૂબરૂ આવી નથી શકતા તેઓ પોતાના સ્નેહીજનો અથવા મિત્રોને મોકલે છે. શું છે આ 'પિસ્તાના' ની પ્રસાદી? ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, 'પિસ્તાના' માં પૂજાપા માં વપરાતી અલગ અલગ શુકનવંતી ચીજવસ્તુઓ હોય છે, જેમાં સોપારી, પબડી, આખી હળદર, જુવાર, પાવલીનો સિક્કો અને ખાસ કરીને નવરાત્રિ દરમ્યા માતાજી પાસે સ્થાપના કરાતાં જવારા !! 'પિસ્તાના'ની આ પ્રસાદી શ્રદ્ઘાળુઓ પોતાને ઘેર લઈ જાય છે અને પૂજારૂમમાં અથવા તો કબાટ કે તિજોરીમાં ભકિતભાવ સાથે રાખે છે.ઙ્ગ ગાદીપતિ સોનલલાલજી મહારાજ કહે છે કે, 'પિસ્તાના'ની આ.પ્રસાદી દ્યરમાં રાખવા પાછળ શ્રદ્ઘાળુ ભકતોની માન્યતા છે કે, દ્યરમાં લક્ષ્મીજી ના આર્શીવાદ ઉતરે છે, સુખ, સ્વાસ્થ્ય, સંપત્ત્િ। સાથે બરકત આવે છે. જોકે, આ સંપૂર્ણ વાત અને ધાર્મિક માન્યતા પાછળ લોકોની પોતાની વ્યકિતગત આસ્થા અને શ્રદ્ઘા છે.

(11:51 am IST)