Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મોરબીમાં સમય ગેઇટથી ઉમિયા સર્કલ સુધી ફોરલેન સીસીરોડ માટે ૨ કરોડ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૦: શહેરના પ્રવેશદ્વાર સમાન સમય ગેઇટથી ઉમિયા સર્કલ સુધીનો રસ્તો અતિવૃષ્ટિમાં બિસ્માર બન્યો છે જેથી નાગરિકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય જે સ્થિતિનું નિરાકરણ લાવવા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ક્ષેત્રીય ઈજનેરો અને ગાંધીનગર સચિવાલય કક્ષાએ રજુઆતકરી હતી અને ફોરલેન સીસી રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર કરાયો છે

ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ ગાંધીનગર સચિવાલય સુધી અને રજૂઆત કરી હતી આ રસ્તા પર વારંવાર ગટરનું પાણી ફરી વળતું હોય અને દર ચોમાસામાં પાણી નિકાલના અભાવે ભરાયેલું રહેતું જેથી ડામર રોડ તૂટી જતો હોય જે સ્થિતિનો ઝીણવટભર્યો કયાસ કાઢી ધારાસભ્ય રજૂઆતમાં ડામરનો સીસીરોડમાં રૂપાંતર કરી મજબુત અને ટકાઉ ફોરલેન બનાવવા માંગણી કરતા માર્ગ-મકાન વિભાગે રૂ ૨ કરોડનો જોબ નંબર ફાળવીને આ સીસીરોડ મંજુર કર્યો છે ચોમાસાના પાણી અને ગટરના પાણીના નિકાલ સાથેની સુવિધા સાથે સીસીરોડ મંજુર કરવાની ધારાસભ્યની દીર્દ્યદ્રષ્ટિ ફળી છે અને ફોરલેન સીસીરોડની સુવિધાથી ટૂંક સમયમાં પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે

પરશુરામયુવા ગ્રુપ દ્વારા શરદ પૂનમે રાસ ગરબા

પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા તા ૧૩ ને રવિવારના રોજ રાત્રે ૮ કલાકથી દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ, સરદાર બાગ સામે, મોરબી ખાતે શરદ પુનમ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

 પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા વૃક્ષોને બચાવવા આવકારદાયક પહેલ કરી છે અને કાર્યક્રમ માટે કાર્ડ કે કાગળોનો ઉપયોગ ના કરીને સોશ્યલ મીડિયા માધ્યમથી નિમંત્રણ પાઠવી દેવાયું છે જેતેહી પર્યાવરણ બચાવી સકાય. પરશુરામ ગ્રુપ આયોજિત શરદોત્સવ ૨૦૧૯ માં શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ મોરબી સહિતની સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે  શરદોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા ગ્રુપ મોરબીના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, મહામંત્રી પ્રણવભાઈ ત્રિવેદી અને તમામ કારોબારી સભ્યોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.(૨૨.૫)

(11:49 am IST)