Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ભાવનગરના ઉંચડી ગામમાં પિતાના ઘરમાંથી દિકરી-જમાઇ દ્વારા અડધા લાખની ચોરી

ભાવનગર તા. ૧૦ :.. ભાવનગરનાં ઊંચડી ગામે પિતાના ઘેર દિકરી-જમાઇએ જ રૂ. અર્ધા લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં તળાજા તાલુકાના ઉંચડી ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતાં જસુભાઇ મુળજીભાઇ મોણપુરીયાનાં મકાનમાંથી રોકડ તથા દાગીના મળી કુલ રૂ. ૪૭ર૦૦ થી મત્તાની ચોરી થઇ હતી. આ અંગે જશુભાઇ એ દાઠા પોલીસ સ્ટેશનમાં  પોતાના જમાઇ અને દિકરીને શકદાર દર્શાવી ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

દારૂ બિયર સાથે સગીર ઝડપાયો

જુનાબંદર રોડ ઉપરથી એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક સગીરને શંકાના આધારે અટકાવી તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે તેની અટકાયત કરી તપાસ હથ ધરી હતી.

વીંછીએ ડંખ દેતા મોત

પાલીતાણામાં રહેતાં વશરામભાઇ છનાભાઇ વાળા ઉ.૪પ ને વાડીએ વીંછીએ  ડંખ દેતાં બેભાન હાલતે ભાવનગરની સરટી  હોસ્પીટલ ખસેડાયેલ જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું.

(11:38 am IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST