Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

હું પુત્ર કરૂ કે પપ્પા કરે શું ફેર પડે ! પતિની નફટાઇથી નિવૃત્ત શિક્ષક સસરો પુત્ર વધુ પર દુષ્કર્મ ગુજારતો'તો

કોટડાસાંગાણીના રામોદ ગામે પુત્રવધુ પર પ વર્ષથી દુષ્કર્મ ગુજારનાર સસરા માવજી રાઠોડ, અને મદદગારી કરનાર પતિ હર્ષવર્ધન રાઠોડ, જેઠાણી નીતા અને મંજુલાની ધરપકડ : ગોંડલ-કોટડાસાંગણી પંથકમાં ચકચાર

કોટડાસાંગાણી, તા.૧૦ :  કોટડા સાંગાણીના રામોદ ગામે નિવૃત શિક્ષક સસરાએ પુત્રવધુ ઙ્ગપર નજર બગાડી છેલ્લા પાંચ વર્ષથી બળજબરી કરી ઙ્ગપરિવારજનોની મદદથી બળાત્કાર ગુજારતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચીજવા પામી છે. પોલીસે સસરા તેમજ મદદગારી કરનાર પતી અને બે જેઠાણીઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ રામોદના મોટા માંડવા રોડ પર રહેતી મહિલાએ તેમના સસરા અને પતિ તેમજ તેમની બે જેઠાણી ઙ્ગવિરુદ્ઘ ગુનો નોંધાવેલ જેમાં ડોઢેક વર્ષથી ગોંડલમા ગુંદાળા ફાટક પાસે રહેતા સસરા માવજી લક્ષ્મણ રાઠોડ રામોદ રહેતો અને ગોંડલથી રામોદ આવતો ત્યારે  ભોગ બનનાર પર ખરાબ નજર કરતો હોઈ જે અંગેની વાત તેમનાઙ્ગ પતિને કરી હતી. પરંતુ પતિને જેઠાણી મંજુલા સાથે આડા સબંધ હોઈ તેના કારણે પતિ દ્યરમાં ધ્યાન આપતો નહિ ઉલ્ટાનો જણાવતો કે તારે પુત્રીજ છે પુત્ર પણ હોવો જરૂરી છે. હુ પુત્ર કરું કે પપ્પા સુ ફેર પડે દીકરો હોવો જ જોઈએ તેમ કહેતો હતો અને સસરો માવજીઙ્ગકોઈ દ્યરે ન હોઈ ત્યારે આવીને પુત્રવધુ પર અવાર નવાર બળાત્કાર ગુજારતા હતો. ત્યારે કુટુંબી જેઠાણી મંજુલા રાઠોડ દ્યરની બહાર ધ્યાન રાખતા અને તાબે ન થતા અન્ય જેઠાણી નીતા રાઠોડ પકડી રાખતી અને સસરા બળાત્કાર ગુજારતા હતા. આ વાત કોઈ ને કહી તો તેમને અને તેની પુત્રી ને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.આ મામલે પતિ હર્ષવર્ધનને અનેક વખત કહેવા છતાં તેમના પપ્પા સાથે સબંધ રાખવોજ પડશેનું જણાવતો હતો પુત્રવધુ દ્યર ન ભાંગે તેની બીકેઙ્ગ છેલ્લા પાંચ વરસથી હવસના ભૂખ્યા રાક્ષસ સમા સસરાના તાબે થતી રહી હતી. પોતાના દુખ ની વાત અનેક વખત પતિ ને કરેલ પરંતુ ધ્યાને લેવાને બદલે તેમના પપ્પા સાથે સબંધ રાખવાની ફરજ પાડતો રહ્યો હતો. પરિવારજનોએ નિવૃત શિક્ષક દ્યરના મોભી સામે અવાજ ઉઠાવવાને બદલે નિર્દોષ મહિલાને ધમકાવતા રહ્યા હતા.

આ પરિણીતા ગોંડલમાં ગુંદાળા રોડ પર રાજ મોબાઈલ નામે દુકાન ધરાવતા મહિલાના પતિ હર્ષવર્ધન રાઠોડ અને ૬૨ વર્ષીય નરાધમ માવજી રાઠોડ તેમજ જેઠાણી નીતા અને મંજુલા સામે ફરીયાદ કરતા પોલીસે તમામ વિરૂદ્ધ આઇપીસી ૩૭૬(ર) (ર) (એન) પ૦૬ (ર) ૧૧૪ મુજબ ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર નિવૃત્ત શિક્ષક સસરા તથા તેને મદદગારી કરનાર પતિ અને બે જેઠાણી સહિત ચારેયની ધરપકડ કરી હતી. વધુ તપાસ પી.એસ.આઇ. કે.બી. ચલાવી રહ્યા છે.

આ બનાવે ગોંડલ- કોટડાસાંગાણી પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.

(11:36 am IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST