Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

બોટાદ હેડ કોન્સ્ટેબલ રૂ. ર૫૦૦ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

ભાવનગર તા. ૧૦ :.. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોનાં સ્ટાફે બોટાદ પોલીસ સ્ટેશનનાં હે. કો. ને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો મુજબ બોટાદનાં રોજીદ ગામનાં કોળી યુવાનને એક યુવતી સાથે મામલે થઇ જતાં તે બન્ને ભાગી ગયા હતા આ અંગે યુવતીનાં પિતાએ ફરીયાદ નોંધાવી હતી. દરમ્યાન યુવક-યુવતી ઝડપાઇ જતાં યુવકનાં પિતા પાસેથી આ કેસની પતાવટ માટે બોટાદ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ મનુભાઇ વારોદરાએ રૂ. ર૦ હજારની લાંચની માગણી કરતાં અંતે ૧પ હજારમાં નકકી કરાયેલ અને રૂ. ૧ર હજાર આપી દેવાયા હતાં.

દરમ્યાન આજે બાકી રહેલા ત્રણ હજાર પૈકી રપ૦૦ ની રકમ આપવાની હોય આ અંગે ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરીયાદ કરાતાં એ.સી.બી. ભાવનગરનાં પીઆઇ બી. પી. ગાધેર એ. એસ. આઇ. સતીષભાઇ ચૌહાણ, અરવિંદભાઇ વંકાણી, કમલેશભાઇ વિગેરેએ છટકૂ ગોઠવી બોટાદ પોલીસ સ્ટેશન નજીકથી રૂ. રપ૦૦ ની લાંચ લેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ વારોદરાને રંગે હાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવે પોલીસ બેડામાં ચકચાર જાગી હતી.

(11:39 am IST)