Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એલસીબી

 

ભાવનગર ;ભાવનગર એલસીબી દ્વારા સગીરવયની બાળાને ભગાડી જવાના ગુન્હામાં છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે જીલ્લા પોલીસ અધિક્ષક  પી.એલ.માલ   જિલ્લામાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવનું આયોજન કરેલ.જેમાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.

 ઉક્ત સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો.રાજેન્દ્દસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણાને સંયુકત રીતે બાતમી મળેલ કે,પાલીતાણા રૂરલ પો.સ્ટે. Iગુ..નં.૨૩૪/૨૦૦૦ .પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે અટક કરવાનાં બાકી આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા(રહે.સાંજણાસર તા.પાલીતાણા) લાલ, કાળી લીટીવાળો સફેદ શર્ટ તથા કાળુ પેન્ટ પહેરીને પાનવાડી ચોકથી એસ.ટી. બસ સ્ટેન્ડ જવાનાં રસ્તા ઉપર તાપીબાઇ હોસ્પીટલની સામે રોડ ઉપર ઉભેલ છે.  

 જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી પોપટભાઇ જસાભાઇ મકવાણા (..૪૫) ( રહે.છોરા ફળીયામાં,સાંજણાસર તા.પાલીતાણા ભાવનગર હાલ-કીમ ચોકડી પાસે, વાલેચા ગામ નેમુભાઇની વાડીમાં તા.માંગરોળ જી.સુરત) હાજર મળી આવેલ. જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

  બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હોય.જેથી આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

   આમ, સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં છેલ્લાં અઢાર વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મહત્વની સફળતા મળેલ છે.

  સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી. જાડેજા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં કલ્યાણસિંહ જાડેજા, ભયપાલસિંહ ચુડાસમા, રાજેન્દ્દસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:05 pm IST)