Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જેતપુરમાં ઘાતક હથિયારો સાથે ૮ શખ્સોએ હુમલો કરતા ખળભળાટ

જેતપુર, તા. ૧૦: શહેરના બે જુદા જુદા વિસ્તારો ભોજાધાર અને દેકડી આવાસ યોજના વિસ્તારમાં ૭ શખ્સોએ અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી એક જ દિવસમાં ૪ કલાકમાં સશસ્ત્ર ઘાતકી હુમલો કરતા ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયા. પોલીસે તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.  પ્રાપ્ત વિગત અનુસાર અત્રેના ભોજાધાર દશામાના મંદિર પાસે રહેતા મનોજભાઇ ઉર્ફે મનુ દિલીપભાઇ પરમાર ગઇકાલે તેમના ઘર પાસે હતા ત્યારે ૧૧.૩૦ વાગ્યાના અસરામાં પપ્પુ અજ્ઞેષભાઇ ગોહેલ, નિલેષ છગનભાઇ વાગડીયા, સંજય મનજીભાઇ ધરજીયા, સંકી હરસુખભાઇ પરેશા, કિરીટ, ભરત કોરાટ (રહે. તમામ જેતપર) નીતીન મકાવણા (રહે. મોણપર) પ્રતાપ મેર (રહે. દેરડી) આવી, મનોજભાઇ હરેશભાઇની સાથે અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી બોલાચાલી કરી હથિયારો સાથે લઇને આવેલ હોય ઉશ્કેરાઇ જઇ મનોજભાઇ હરેશભાઇ અને ધર્મેશભાઇ પર તૂટી પડી મારમારી મારી નાખવાની ધમકી આપી તેમનું પાર્ક કરેલ મોટર સાયકલ એકટીવા એએસને તોડી નાખી નુકશાન કરી નાસી છુટેલ ત્રણેય ઇજાઓ થયેલ હોય સારવાર અર્થે હોસ્પિટલે ખસેડેલ આ અંગેની જાણ શહેર પોલીસમાં કરેલ પોલીસે તેની ફરીયાદ પરથી ઉપરોકત ૮ શખ્સો વિરૂધ્ધ આઈપીએસ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૩, ૨૯૪ (૫), ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭ પી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી હજુ કોઈ આગળની કાર્યવાહી કરે તે પહેલા જ શહેરના દેરડીબર વિસ્તારમાં બીજી જગ્યાએ હુમલો કરેલ. બીજી ફરીયાદ મુજબ શહેરના દેરડી આવશ્યક યોજનાના કવાર્ટર નં. ૪૯૫મા રહેતા પ્રવિણભાઈ રાધનભાઈ રાણવા તેના ઘરે હતા ત્યારે બપોરે ૩ વાગ્યાના અરસામાં પહેલી ફરીયાદ મુજબના તમામ ૮ શખ્સો નિતીન મકવાણા, નિલેશ વાગડીયા, પપ્પુ ગોહેલ, સંજય ધરજીયા, શંકી પરેશા, કિરીટ બાડો, પ્રતાપ મેર, ભરત કોરાટ ત્યાં હથીયારો સાથે આવી અગાઉ પ્રવિણભાઈની પત્નિ સાથે નીતિન મકવાણાને તેની બાજુનુ મકાન ભાડે આપવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી તે બાબતે ફરી બોલાચાલી કરી ઉશ્કેરાઇને પ્રવિણભાઇ ઉપર તલવાર વડે ઘાતક હુમલો કરતા તેના હાથનો અંગુઠો  કપાઇ ગયેલ અને તેને છોડાવવા વચ્ચે પડેલ નરેશભાઇને પણ લોખંડના પાઇપ વડે બેફામ મારમારી નાસી છુટેલ જેથી પ્રવિણભાઇ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતા પોલીસે ત્યાં આવી તેની ફરીયાદ પરથી ૮ શખ્સો વિરૂધ્ધ છે.પી.સી. ૩ર૬, ૩ર૩, ર૯૪ (પ) પ૦૪, ૧૪૩, ૧૪૭, ૧૮૮, ૧૪૯ , ૩ (આઇ), એસ. ૩ (ફ) (પર) જી.પી. એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.  અત્રે ઉલ્લેખનીય છે કે આ મુજબનો ગુન્હો કે એક જ દિવસમાં એક સાથે ૮ શખ્સોએ બે જગ્યાએ હથીયારો વડે આતંક મચાવેલ હોય પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરી તમામ આરોપીઓને યોગ્ય પાઠ ભણાવેલ તેવું લોકોમાં ચર્ચાઇ રહેલ છે.

(3:53 pm IST)