Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

લખતર પાસે કેમિકલ્સના ટેન્કરમાં છૂપાવીને લઇ અવાતો ૧૨ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર તા. ૧૦ : લખતર પોલીસના પો.હે.કો પ્રહલાદભાઈ, પો.કો.અરવિંદસિંહ, ભરતભાઇ, ધ્રુવરાજસિંહ, પો.કો. સુરેશભાઈ નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે સદાદ ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે મોઢવાણા ગામના રહીશ સહદેવસિંહ વિક્રમસિંહ ઝાલા દ્વારા પર પ્રાંતમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને હાલ તેઓ રાજસ્થાન પાસિંગના ટેન્કર નં. RJ- GB-4568 માં આવેલ હોય તેઓ પોતાનું સ્પેલન્ડર નં. GJ.13.AG 1578 ઉપર અંકેવાળિયા ગામ તરફ ગયેલ છે આથી ચેકીંગ હાથ ધરાયુ હોય ત્યારે લખતર પોલીસ સ્ટાફ અંકેવાળિયા ગામ તરફ જતા મોઢવાણા ગામ થી ત્રણેક કિલોમીટર દૂર જમણી બાજુ ખેતરમાં જતા કાચા ઢાળ પાસે ટેન્કર અને સ્પેન્ડર જોતા ગાડી માંથી ચેકીંગ હાથ ધરતા કેમિકલના ટેન્કરમાં નીચેની સાઈડ માં ટેન્કરમાં જવાય તે રીતે બારણું બનાવીને ટેન્કરમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો તેમાં જઈ તપાસ કરતા પર પ્રાંતીય કેસીનોસ પ્રાઇડ ૨૫૦ પેટી ૩૦૦૦ નંગ કિંમત રૂપિયા ૧૨.૦૦.૦૦૦ ટેન્કર કિંમત રૂ.૫.૦૦.૦૦૦ એક સ્પેન્ડર કિંમત રૂ.૨૫.૦૦૦ એક મોબાઈલ કિંમત રૂ. ૫૦૦ સહિતનો ટોટલ ૧૭.૨૫.૫૦૦ નો મુદ્દામાલ ઝડપી સદેવસિંહ વિક્રમસિંહ ઝાલા તથા અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ લખતર પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.કે.ઇસરાની ચલાવી રહ્યા છે.

(3:53 pm IST)