Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામનગરના ડબાસંગ ગામમાં રીસામણે બેઠેલ પત્નીને તેડવા ગયેલ પતિ ઉપર જીવલેણ હુમલો

 જામનગર તા. ૧૦ : લાલપુર પોલીસ સ્ટેશનમાં ચંદુભા મોતીભાઈ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૧૦–ર૦૧૮ના ડબાસંગ ગામે આ કામના ફરીયાદી ચંદુભાના પત્નીના પિતા આ કામના આરોપી રાજભાઈ હેમભાઈ રાઠોડ ના ઘેર વાંધે બેઠેલ હોય જેથી ફરીયાદી ચંદુભા એ તેની પત્નીને તેડવા જતા આ કામના આરોપી રાજભાઈએ ઢીકાપાટુ વડે તથા આ કામના આરોપી કનક બા રાજભાઈ રાઠોડ, એ પાણી ભરવાની નળી વડે મારમારી તથા આ કામના આરોપી જીજ્ઞાબા રોહીતસિંહ રાઠોડ એ શાક સુધારવાની ચાકુ જમણા હાથે તથા પેટના ભાગે ઈજા પહોંચાડી એકબીજાને મદદગારી કરી મેજીસ્ટ્રેટ ડી.એમ.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મચ્છરનગરમાં યુવકે ગળેફાંસો ખાદ્યો

જામનગર અહીં મચ્છરનગર બ્લોક નં. ર૬ રૂમ નં. ૩૩૩ માં રહેતા યુવરાજસિંહ નટવરસિંહ ચુડાસમાએ પોલીસમાં જાહેર કરેલ છે કે આ કામે મરણ જનાર સિઘ્ધરાજસિંહ નટવરસિંહ ચુડાસમા ઉ.વ. ર૬ એ તા. ૧૦ ના રોજ પોતાના ઘેર રૂમનો દરવાજો બંધ કરી છતના હુંકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

કાલાવડ પોલીસ સ્ટેશનમાં કોન્સ. રણજીતસિંહ હેમુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૧૦–ર૦૧૮ના હરીપર ગામના પાટીયા થી કાલાવડ ટાઉનમાં આ કામના આરોપી રવીભાઈ સુનીલભાઈ મકવાણા, રાજુભાઈ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ એપીસોડ કલાસીક વ્હીસ્કીની કાચની બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬૦૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

હિંગળાજ ચોક માંથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૧૦–ર૦૧૮ના હિંગળાજ ચોક પાસે આ કામના આરોપી સાગર રાજુભાઈ ચાંદ્રા એ ગેરકાયદેસર પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલ નંગ–૧ કિંમત રૂ.પ૦૦નો રાખી ઝડપાઈ ગયેલ છે.

કોટડાબાવીસી ગામના પાટીયા પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રણવભાઈ ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૧૦–ર૦૧૮ના કોટડાબાવીસી ગામના પાટીયા પાસે આવેલ કોમ્પ્લેક્ષની બાજુમાં ખુલ્લા પટમાં આ કામના આરોપી વૈભવ વિજય દેશમુખ, સુખવંતસિંહ મેજરસિંહ ગીલ, હરજીન્દરસિંહ અનુપસિંહ સૈની, ભારત શ્રીમત પાટીલ, નાગરાજુ પુલારાવ, બાસરાજ ઈશ્વર બીરાધર વાળાઓ જાહેરમાં તીનપતિ રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૭૧ર૦/– તથા ગંજીપતાના પાના નંગ–પર ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:52 pm IST)