Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉપલેટામાં પાક વિમો ખેડૂતોના પ્રશ્ને લલીત વસોયા સહિતની અર્ધનગ્ન થઇને રેલીઃ ર૦ની અટકાયત

રાજકોટ તા. ૧૦: ઉપલેટા-ધોરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલીતભાઇ વસોયાની આગેવાનીમાં ખેડૂતોના પ્રશ્ને અર્ધનગ્ન થઇને રેલી કાઢીને આક્રોશ ઠાલવ્યો હતો.

ખેડૂતોને પાક વિમો સહિતના પ્રશ્ને અન્યાય થઇ રહ્યો હોવાથી ન્યાય આપવા માંગણી કરી છે.

મામલતદારશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવવા જાય તે પહેલા ધારાસભ્ય લલીતભાઇ વસોયા સહિત કોંગ્રેસના ર૦ આગેવાનો, કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

(3:47 pm IST)