Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગોસા બારા કાંઠે ૧૯૯૩ના આરડીએકસ લેન્ડીંગ સ્થળે જમીનમાંસોનુ છુપાવ્યાની શંકાઃ દિલ્હી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

પોરબંદર, તા. ૧૦ :. કોસ્ટલ હાઈવે ઉપર ગોસા બારા કાંઠે ૧૯૯૩માં આરડીએકસ લેન્ડીંગ થયું તે સ્થળે સોનુ છુપાવેલ હોવાની શંકા સાથે દિલ્હી પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

બે માસ પહેલા દિલ્હીના ડીઆઈજી પોરબંદરની ખાનગી મુલાકાતે આવેલ અને આરડીએકસ લેન્ડીંગ સ્થળે નિરીક્ષણ કરી ગયેલ ત્યાર બાદ ગોસા બારામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

જમીનમાં સોનુ કે અન્ય કોઈ વસ્તુ છુપાવી છે કે કેમ... ? તેની તપાસ ચાલી રહી છે.

(3:46 pm IST)