Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પોરબંદર ગોસાબારા લેન્ડીંગ કેસમાં ૪ શખ્સોને ઉપાડયાની ચર્ચા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :. પોરબંદર ગોસાબારા આરડીએકસ લેન્ડીંગ પોઈન્ટ નજીક હથિયારો અને ચાંદીનું લેન્ડીંગ થયુ હતુ તે જગ્યાએ આજે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ. એટીએસ, એનઆઈએ, દિલ્હી પોલીસ, કંટ્રોલ આઈબી દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું.

સોનુ અને હથિયારો હોવાની શકયતા ટીમને જોવા મળી હતી. જેથી ખોદકામ કરાયુ છે. પોરબંદરના ગેંગ લીડર સહિત ૪ શખ્સોને ઓપરેશન દરમિયાન એટીએસ ટીમે ઉપાડી લીધા હોવાનું ચર્ચાય છે.

જેમા એક જ ગેંગના ૩ સભ્યો અને એક ગ્રામ્ય વિસ્તારનો શખ્સ હોવાનું ચર્ચાય છે.

આ ગેંગ લીડરની નજીકના ફાર્મહાઉસમાં પણ ખોદકામ હાથ ધરાયુ હોવાનું ચર્ચાય છે.(૨-૨૦)

(3:25 pm IST)