Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જામનગરમાં રહેણાંક મકાનમાંથી નકલી ઘી બનાવાનું કૌભાંડ ઝડપાયું :એસઓજીએ પાડ્યો દરોડો :બે શખ્શોની અટકાયત

પોલીસે 44 કીટલા ભરેલું 528 કિલો બનાવટી ઘી કબ્જે કર્યું :તેલના ડબ્બાઓ ચુલ્લા,સિલિન્ડર સહિત 3,19 લાખનો મુદામાલ જપ્ત

જામનગર: એસઓજીએ પાંચહાટડી નજીકથી ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે પાંચહાટડી નજીક આવેલા ભાવસાર ચકલા પાસે રહેણાંક મકાનમાં ઘીમાં ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી મહંમદ સિદ્દીક કાસ અને અમીન કાસ નામના બે ભાઈઓની અટકાયત કરી છે જેઓ વનસ્પતિ તેલ,પામ ઓઈલ મીક્સ કરી ભેળસેળયુકત ઘી બનાવતા હતા. બનાવટી ઘીનો કલર અને સુગંધ અસલ ઘી જેવી આવે તે માટે ભેળસેળ દરમિયાન થોડું ચોખ્ખુ ઘી પણ મીક્સ કરાતું.

  પોલીસે ઘટનાસ્થળ પરથી 44 કીટલા ભરેલું 528 કિલો બનાવટી ઘી કબ્જે કર્યું છે. આ ઉપરાંત ભેળશેળયુક્ત ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વનસ્પતિ તેલના 19 ડબ્બા, પામ તેલના 7 ડબ્બા, ગેસના ચુલ્લા, એલપીજી સીલીન્ડર સહિતનો 3.19 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 પોલીસ દ્રારા ફૂડ શાખાને જાણ કરાતા ફૂડ વિભાગની ટીમ દ્રારા ભેળસેળયુક્ત ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતુ હતું અને આ ઘીના ખરીદદાર કોણ હતા તે અંગે પોલીસ દ્વારા બંને શખ્સોની અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

(1:47 pm IST)