Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગર રેલ્વેના કર્મચારી મંડળ દ્વારા ચેરમેનને કર્મચારી પ્રશ્નો અંગે આવેદન

ચેરમેને સ્ટેશનની મુલાકાત લીધી : અધિકારીઓ સાથે રેલ્વેની વ્યવસ્થાની ચર્ચા કરી

ભાવનગર તા.૧૦ : શ્રી અશ્વિની લોહાની ચેરમેન રેલ્વે બોડની ભાવનગર ડિવીજનની ટુંકી મુલાકાત દરમિયાન આર.જી.કાબર, સહાયક મહામંત્રી એન.એફ.આર.આઇ ગીરીશ મકવાણા, ડિવી. ચેરમેન તથા બી.એન.ડાભી ડિવી. સેક્રેટરીની આગેવાની હેઠળ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘનુ એક ડેલીગેશન રેલ કર્મચારીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ હતી. ચેરમેને તમામ પ્રશ્નો વિચારી ઉકેલ લાવવાની ખાત્રી આપી.

મુખ્ય પ્રશ્નોમાં એન.એફ.આઇ.આર દ્વારા રજૂઆતના ફલસ્વરૂપ રેલ્વે બોર્ડે ટ્રેકમેન કમીટીનું ગઠન કરેલ. આ કમિટીએ ટ્રેકમેન્ટરોને ૧૦:૨૦:૨૦:૫૦ ના રેશિયોમાં ગ્રેડ પે ૨૮૦૦:૨૪૦૦: ૧૯૦૦ :૧૮૦૦માં પ્રમોશન આપવાની ભલામણ કરેલ પરંતુ રેલ મંત્રાલય દ્વારા આ ભલામણ પુર્ણરૂપમાં હજુ સુધીમાં સ્વીકારેલ નથી તે માટે યોગ્ય કરવા રનીંગ સ્ટાફને મળતા કીલોમીટરેજ એલાઉન્સના રેટનુ રિવીજન અંગે ચેરમેન રેલ્વે બોર્ડે સહમતી પ્રદાન કરી તાત્કાલીક આદેશો જાહેર કરવા ખાતરી આપી હતી.

આ ઉપરાંત ૧-૧-૨૦૦૪ થી નવી પેન્શન નિતીમાંથી રેલ કર્મચારીઓને બાકાત રાખવા, ૧-૧-૨૦૧૬ પહેલા નિવૃત થયેલ રનીંગ સ્ટાફના પેન્શન - ફેમીલી પેન્શનમાં સુધારો કરવામાં પડતી અગવડતાઓ દૂર કરી તાત્કાલીક પીપીઓ રિવાઇજડ કરવાની માંગણી કરેલ છે.

લારજેસ સ્કીમ અંતર્ગત રેલ કર્મચારીઓના બાળકો જે મેડીકલ પાસ થયેલ છે તેમને નોકરી આપવાની કરેલ ભલામણ. કરોડરજજુની બિમારીથી પીડાતા રેલકર્મચારીઓને વિનાવિલંબે મેડીકલ ડીકેટેગરાઇઝડ કરી યોગ્ય પદ પર વૈકલ્પિક નિયુકિત કરવી ઉપરાંત વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓને ગૃપ ઇન્સેટીવ સ્કીમનો લાભ આપવો તથા ટ્રેકમેન્ટેનર, પીપી, ખલાસી, સફાળવાળા વગેરે ગૃપ ડીના કર્મચારીઓને સાતમા પગારપંચમાં ફરી વખત ઓપ્શન ભરી આપવાની તક આપી પગાર ફિકશેસનમાં થયેલ અન્યાય દૂર કરવાની માંગણી કરેલ છે.

આ તમામ પ્રશ્નોની સચોટ રજૂઆતના ફલસ્વરૂપ ચેરમેન રેલ્વે બોર્ડ સાહેબે યોગ્ય કરવાની ખાતરી આપેલ હતી.(૪૫.૪)

 

(12:45 pm IST)