Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગરમાં રેડક્રોસ તથા સેન્ટ જહોન એમ્બ્યુલન્સ (ઇન્ડીયા)ની વાર્ષિક સાધારણ સભા

ભાવનગર તા.૧૦ : ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જીલ્લા શાખાની વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ઉપપ્રમુખ પ્રતાપભાઇ શાહના પ્રમુખ સ્થાને તથા સેન્ટ જહોન એમ્બ્યુલન્સ (ઇન્ડીયા) ભાવનગર બ્રાંચની વાર્ષિક સાધારણસભા સંસ્થાના કારોબારી સમિતિના સભ્ય નરેન્દ્રભાઇ ત્રિવેદીના પ્રમુખસ્થાને અહીના રેડક્રોસ ભવન ખાતે યોજાઇ હતી.

બંને સંસ્થાઓની એજન્ડા મુજબની કાર્યવાહી સર્વાનુમતે પસાર થઇ હતી. રેડક્રોસ સોસાયટીની વર્ષ દરમિયાનની થયેલ કામગીરી અને વિકાસ પામેલ પ્રવૃતિઓનો અહેવાલ રજૂ થયેલ. જે સભાસદોએ તાળીઓથી વધાવી અભિનંદન પાઠવેલ. ખુશી વ્યકત કરેલ. તેવી જ રીતે સેન્ટ જહોન એમ્બ્યુલન્સના પ્રગતિના અહેવાલથી ખૂશી વ્યકત કરેલ.(૪૫.૩)

 

(12:42 pm IST)