Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાયાવદરઃ મોજ ડેમમાં પાણીનો જથ્થો અનામત રાખવા કલેકટરને રજુઆત

 ભાયાવદર. તા.૧૦ :  મોજડેમ માંથી ભાયાવદર નગરપાલિકા ઉપરાંત સરકારશ્રીની પાણી પુરવઠા વિભાગ સંચાલીત જુથ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો તથા ઉપલેટા શહેરના લોકો માટે ઉપલેટા નગરપાલિકા તરફથી પીવાનું પાણી ઉપાડવમાં આવે છે. હાલ મોજડેમમાં ૩૮ ફૂટ પાણીની સપાટી છે. અને જેમાં આશરે ૧૦ ફુટ કાંપ માટી હોવાથી ખરેખર  ર૮ ફુટ જેટલું પાણી રહે છે.

ભવિષ્યમાં વરસાદ ખેંચાય, ઓછો થાય તો આ તમામ લોકોને પીવાનું પાણી આપવા માટે મુશ્કેલી ઉભી થાય તેમ હોય આ બાબતે યોગ્ય નિર્ણય લઇ પીવાના પાણી માટે  ૩૦ ફુટ જેટલો સુરક્ષિત જથ્થો રાખવામાં આવે તેવી માંગણી  ભાયાવદર નગરપાલીકા તરફથી  કલેકટરશ્રી રાજકોટને રજુઆત કરવામાં આવેલ છે.

પ્રમુખશ્રી  રેખાબેન માકડીયા, ઉપપ્રમુખશ્રી બાઘાભાઇ રાડીયા-અધ્યક્ષશ્રી પાણી પુરવઠા સમતિ તેમજ સભ્યશ્રીઓને પીવાના પાણી માટે ૩૦ ફુટ જેટલાંે સુરક્ષિત જથ્થે રાખવામાં આવે તો આવતા ચોમાસા સુધી એટલે કે નવું પાણી ન આવે ત્યાં સુધી પીવાના પાણીની વ્યવસ્થા જળવાઇ રહે તેમ રજુઆતમાં જણાવ્યું છે. (૧૧.૪)

(12:21 pm IST)