Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

હળવદના ટીકર (રણ)ના તળાવના કામમાં ગેરરીતી અંગે તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

હળવદ તા.૧૦ : ટીકર (રણ) ગામના બંને તળાવોના કામમાં ગેરરીતીની તપાસ કરવા સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

નાની સિંચાઇ યોજના અંતર્ગત હળવદ પંથકમાં રૂ.પ.૮૩ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી પરંતુ કાગળ પર જ બતાવી નાણા બારોબાર ચાંઉ કરી લેતા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આ સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જેની તપાસ હાલ ચાલુ છે ત્યારે તાલુકાના ટીકર ગ્રામ પંચાયત હેઠળ આવતા અવડાસર અને શિહાર બંને તળાવોના કામમાં કુલ રર-૭૫ લાખ ફાળવવામાં આવ્યા હતા પરંતુ આ સમગ્ર કામની સરપંચને જાણ કર્યા મંડળીને રૂ. ૧૦ લાખનુ ચુકવણુ થઇ ગયેલ છે જયારે તળાવના રિનોવેેશન કામમાં ૧૨-૭૫ લાખનુ ચુકવણુ હજુ બાકી છે ત્યારે ટીકર ગામ હેઠળ બંને તળાવોના કામનું યોગ્ય તપાસ કરાયા બાદ ચુકવણા કરવામાં આવે તેમ ગામના સરપંચ સંગીતાબેન વિજયભાઇ પટેલએ મુખ્યમંત્રી સમક્ષ પત્ર પાઠવી રજૂઆતમાં જણાવ્યું છે.(૪૫.૬)

(12:21 pm IST)