Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગારીયાધારમાં તાપ વધતા તાવ ખંજવાળ જેવા રોગોમાં અચાનક વધારો

ગારીયાધાર આરોગ્ય કેન્દ્રમાં દરરોજ ૮૦૦ દર્દીઓની તપાસ

ગારીયાધાર તા.૧૦: ગારીયાધાર પંથકમાં છેલ્લા એકમાસ જેટલા સમયગાળાથી અસહય તાપ અને બફારો થઇ રહયો છે. જે વાતાવરણી ઋતુના ચક્રો પ્રમાણે અનુકુળ ન બનતું હોવાના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ખંજવાળ, તાવ, ઉધરસ જેવા રોગોનું મોટા પ્રમાણમાં દર્દીઓ જોવા મળી રહયા છે.

ગારીયાધાર શહેર અને પંથકમાં લાંબા સમયથી વરસાદે વિરામ લઇ લીધો છે. તેમજ જેટલો પડવો જોઇએ તેના કરતા વરસાદ નહીંવત પડતા જેની સીધી લોકોના શરીર અને વાતાવરણમાં અસરો પડી રહી હોય તેમ લાગી રહયું છે. વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ન વધતા અસહય બફારો અને શરીર પરસેવાના કારણે ચિપચિપુ થતા ખંજવાળ જેવી બિમારીઓ જોવામાં આવી રહી છે. જયારે ગારીયાધાર સીએચસી સેન્ટર ખાતે પણ છેલ્લા કેટલાક દિવસોથી ૮૦૦થી વધારે ઓપીડીઓ થઇ રહી છે.

આ બાબતે સીએચસીના તબીબ ડો. તિમિર ભરોળીયાને પુછતા તેમણે જણાવ્યું હતું કે પાણી ફરકના કારણે આવી બિમારીઓ જોવામાં આવે છે. જે સામાન્ય હોવાનું મનાઇ રહયું છે.(૧.૨)

(12:20 pm IST)