Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉના તથા મધ્યગીરમાં કનકેશ્વરી ધામ સહિત સ્થળોએ માં શકિત આરાધના પર્વનો પ્રારંભ

ઉના તા. ૧૦ :.. શહેર ત્થા તાલુકાનાં વિવિધ ગરબી મંડળો દ્વારા માં શકિતની આરાધના શરદીપ નવરાત્રીનો પ્રારંભ થયો છે.

મધ્યગીરમાં બીરાજમાન ગીર કનકાઇ ધામમાં કનકેશ્વરી માતાજીનાં સાનીધ્યમાં નવરાત્રી ઉજવણીનો પ્રારંભ થયો છે.

ગીર પશ્ચીમમાં મધ્ય ગીરમાં બીરાજતા શ્રી કનેશ્વરી માતાજીનાં કનકાઇધામમાં પણ શરદીય નવરાત્રી આસ્થા પૂર્વક ઉજવાશે. ઉનેવાળ બ્રાહ્મણો ત્થા કાણકીયા, ગાંધી, સથાર વિગેરે પ૧ થી વધુ જ્ઞાતિની કુળદેવીનાં  કનકાઇ માતાજીની દિવ્ય તેજવાળી મૂર્તિનું પ્રાચીન મંદિર આવેલ છે. ત્યાં પણ તા. ૧૦ થી તા. ૧૮ સુધી નવ દિવસ માતાજીની પૂજા - અર્ચના, અનુષ્ઠાન કરશે. આગમી તા. ૧૭ નાં હવનાષ્ટમી નિમિતે હોમાત્મક યજ્ઞ યોજાશે આમ તો આ મંદિર વન વિભાગનાં ગીર સેન્ચુરી વિભાગ પ્રતિબંધિત વિસ્તારમાં હોય સવારે ૭ થી સાંજે પ વાગ્યા સુધી યાત્રીકોને રહેવા માટે પરવાનગી આપે છે. પરંતુ નવરાત્રીમાં અમુક યાત્રીકોને મર્યાદામાં રહેવા પરવાનગી અપાય છે. સમગ્ર ગુજરાત તથા મહારાષ્ટ્રમાંથી માઇ ભકતો ઉમટી પડશે.

ઉનમાં શરદીય નવરાત્રી નિમિતે પ્રાચીન - અર્વાચીન ગરબી મંડળો જેમ કે પ્રાચીન પરંપરા મુજબ ગાયત્રી માતાજીનાં મંદિરે ગાયત્રી ગરબી મંડળ, કોળીવાડામાં કનકાઇ માતાજી ગરબી મંડળ, પોલીસ લાઇનમાં જય અંબે ગરબી મંડળ, ઉન્નત નગર સોસાયટી, દેલવાડા રોડ ઉપર ખોડલધામ, જય અંબે માતાજીના મંદિરે, તુલશીધામ સોસાયટી, અંબાજીનગર, દયાનંદ સોસાયટીમાં બહેનો- ભાઇઓ ગરબે રમશે.

અર્વાચીન ગરબીમાં ભૂતડાદાદા ગરબી મંડળ, તથા આનંદ વાટીકામાં બહુચરા ગરબી મંડળ, બહુમાળી ભવન, શાસ્ત્રીનગર, વિદ્યાનગર, મંત્રી સોસાયટી પાસે ગરબી ચોક વિગેરે ગરબી મંડળમાં ડી. જે. ત્થા મ્યુઝીક ગરબાઓ ભાઇઓ-બહેનો લેશે આયોજકો દ્વારા ઇનામો આપી ખેલૈયાઓને પ્રોત્સાહીત કરશે. (પ-૧૦)

(12:20 pm IST)