Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગર : અરણેજ રેલ્વે સ્ટેશનને બી ગ્રેડનું સ્ટેશન જાહેર કરવા રજૂઆત

ભાવનગર તા.૯ : ભારતીય જનતા પાર્ટીના મિડીયા કન્વીનર અને સીનીયર આગેવાન કિશોરભાઇ ભટ્ટે આજે સવારે ૯ વાગ્યે ડીઆરએમ ઓફીસમાં ભારતીય રેલ્વેના ચેરમેન અશ્વિની રોહિનીની મુલાકાત લઇ પ્રસિધ્ધ અરણેજ રેલ્વે સ્ટેશનને ફલેગ સ્ટેશનમાંથી બી ગ્રેડનું સ્ટેશન જાહેર કરવા તથા છેલ્લા ઘણા સમયથી ભાવનગર રેલ્વે વિવિધ ટ્રેનો શરૂ કરવા મૌખિક તથા લેખીત આવેદનપત્ર આપ્યુ હતુ.

ભારતીય રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની રોહીનીની ભાવનગરના ઇતિહાસમાં બોર્ડ ચેરમેન તરીકે પ્રથમ મુલાકાત હોય ભારતીય જનતા પાર્ટીના મિડીયા કન્વીનર અને સીનીયર આગેવાન કિશોરભાઇ ભટ્ટે તથા ડેલીગેશને ડીઆરએમ ઓફીસમાં ચેરમેનશ્રી અશ્વિની લોહાનીની રૂબરૂ મુલાકાત કરી હતી. ભાવનગર અધેળાઇ ધોલેરા ભરૂચ મુંબઇ વગેરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ ડીએમઆઇસી હોય ધોલેરાસર સાથે યોજના ઝડપી જમીની અમલીકરણ કરવા તથા ભાવનગર સોમનાથ પોર્ટ કનેકટીવીટી કોસ્ટલ રેલ્વે યોજના સાગરમાળા અંતર્ગત યોજના ઝડપી બનાવી તેમજ હાલમાં ભાવનગરને અમદાવાદ જવા માટે કોઇ સીધી ટ્રેન નઇ હોય ઇન્ટરસીટી અમદાવાદ ડેઇલી ટ્રેન તેમજ ભાવનગર હરિદ્વાર ડેઇલી ટ્રેન ભાવનગર સુરત અને સોમનાથ ડેઇલી ટ્રેન સહિત ચાલુ કરવાનુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. પ્રસિધ્ધ અરણેજ મંદિર જે બગોદરા પાસે આવેલુ છે. તેને રેલ્વે દ્વારા ફલેગ સ્ટેશન કરી દેવાતા અરણેજ મંદિર તથા ગણપતપુરા ગણપતિમંદિરમાં આવતા લાખો યાત્રાળુઓની મુશ્કેલી વધી છે.

વર્ષમાં આ બંને મંદિરો પર તહેવારો દરમિયાન અનેક મેળા આવતા હોય લાખો યાત્રીઓની આવન જાવન વાળા સ્ટેશનો પર ફલેગ સ્ટેશન બનાવી તેને બદલે પુનઃ બી ગ્રેડનું સ્ટેશન જાહેર કરવા અને યાત્રાળુઓને પડતી મુશ્કેલી દૂર કરવા રજૂઆતો કરી હતી. કિશોરભાઇ અને તેની ટીમએ અશ્વિનીજીનું ફુલો આપી હાર્દિક સ્વાગત કર્યુ હતુ.(૪૫.૨)

(12:20 pm IST)