Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જસદણ-વિંછીયામાં ભુગર્ભગટરના કામ માટે ૫૬ કરોડની ગ્રાંટ મંજુર

કેબીનેટ મંત્રી બાવળીયાની રજુઆતને મળેલ સફળતા

જસદણ તા.૧૦: રાજય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જસદણ શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટ્ટરના કામ માટે રાજય સરકારે ગુજરાત અર્બન મીશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટ્ટરના કામ માટે રૂ. ૨૧ કરોડ રકમની મંજુરી આપવામા આવી છે. જેમાં ફીલ્ટર પ્લાન્ટ, હાઉસીંગ કનેકશન, શહેર અંદરની બાકી રહેતી ભુ.ગટર, સંચાલન અને જાળવણી સહીતની કામગીરીનો સમાવશ કરેલ છે.

વિંછીયા શહેરી વિસ્તાર માટે રૂર્બન (ફઇઝ-ર) ભૂગર્ભ ગટ્ટર યોજનાના કામ માટે રૂ.૩૫ કરોડની રકમ મંજુરી આપી છે જેમા ફીલ્ટર પ્લાન્ટ, હાઉસીંગ કનેકશન, શહેર અંદરની ભુ.ગટર સહીતની કામગીરીનો સમાવેશ કરવામા આવ્યો છે.

જસદણ અને વિંછીયા શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટ્ટરના કામ માટે ઘણા લાંબા સમયથી સતત રજુઆતો થતી હતી જેના અનુસંધાને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ સંબંધિત વિભાગને રજુઆત કરી મોટી રકમ મંજુર કરાવેલ છે.

જસદણ અને વિછીયા શહેરી પ્રજામાં ભૂગર્ભ ગટ્ટરના કામો મંજુર થતા પાણીના નિકાલ અને શહેરી વિસ્તારોમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાવા સહિતના પ્રશ્નોનુ નિરાકરણ થશે.(૧૧.૩)

(12:20 pm IST)