Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પુરૂષોતમ રૂપાલા ઓખા બેટ શંખોદ્વારની સહ પરિવાર મુલાકાતે

ઓખા બેટ શંખોદ્વારની મુલાકતેે કૃષી અને પંચાયત રાજના મંત્રી પુરૂષોતમ રૂપાલા પોતાના સહ પરિવાર સાથેઓખા જેટીએ આવી પહોંચ્યા હતા. અહીં ઓખા જેટી એથી વહાણ માં બેસીને સમુદ્ર યાત્રાકરી બેટ શંખોદ્વાર , દ્વારકાધીશ મંદિર પહોચ્યા હતા. અહીં તેમને મંદરીના ટ્રસ્ટી દિનેશભાઇ બદીયાણી એ ઉપરણા ઓઢાડી શુભેચ્છા સ્વાગત કર્યુ હતું તથા મંદીરની બાજુમાં આવેલ મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં પી.એસ.આઇ શ્રી ગઢવીએ તેમનું શુભેચ્છા સ્વાગત કર્યુ હતું. અને બેટ મંદિરની સુરક્ષા ની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ ઓખા મત્સ્યઉદ્યોગ બંદરની મુલાકાત લીધી હતી. અહીં ઓખા શહેર પ્રમુખ મોહનભાઇ બારાઇએ ઓખા દ્વારકા ભાજપ પરિવાર ની ઓળખ આપી હતી. સાંસદ પુનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા  માણેકે ખેડુતોના પાક વિમાની વિગતવાર ચર્ચા કરી હતી અને મંત્રીશ્રી એ સકારાત્મક કાર્યવાહી કરવા સુચનો કર્યા હતા, અને ભાજપ પરીવારના યુવા કાર્યકરોને ૨૦૧૯ નછ ચુંટણી ના જુશાભેર માર્ગદર્શન આપી સાચી રણનીતી અપનાવવા સુચનો કર્યા હતા. (૩ે.૬)

 

(12:20 pm IST)