Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મોરબી તાલુકાના ૨૧ ગામના ખેડૂતો સિંચાઇના પાણી માટે રજૂઆત કરવા ગાંધીનગર દોડી ગયા

મોરબી, તા.૧૦: તાલુકાના ૨૧ ગામો કેનાલના છેવાડે આવેલા ગામો છે જે ખેડૂતોને સિંચાઈના પાણીની સુવિધા મળતી ના હોય જેથી ખેડૂતો ગાંધીનગર પહોંચીને રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી.

મોરબી તાલુકાના ૨૧ ગામના ખેડૂતો સિંચાઈનું પાણી મળતું ના હોય જેથી આજે ગાંધીનગર પહોંચ્યા હતા મોરબી તાલુકાના નવા સાદુળકા, હરીપર, કેરાલા, ભરતનગર, લક્ષ્મીનગર, અમરનગર, વાદ્યપર, ગાળા, કેશવનગર, ચકમપર, જસમતગઢ, શાપર, રંગપર, જીવાપર, નવા દેવળિયા, જુના સાદુળકા, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ તેમજ સોખડા અને બહાદુરગઢ સહિતના ૨૧ ગામના ખેડૂતો ગાંધીનગર દોડી ગયા હતા જયાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યું છે કે આ તમામ ગામો ધ્રાંગધ્રા શાખા નહેર બ્રાહ્મણીથી નવા કેનાલના છેવાડાના ગામોને પાણી મળતું નથી જેને કારણે ખરીફ પાક સુકાઈ ગયો છે અને ચાલુ વર્ષે ચોમાસું નબળું ગયું છે જેથી ખેડૂતો દફોડી સ્થિતિમાં મુકાયા છે જેથી આ ગામના ખેડૂતોની માંગણી છે કે ધ્રાંગધ્રા શાખા નહેરમાં બ્રાહ્મણીથી નવા સાદુળકા કેનાલ સુધી કેનાલ અને માઈનોર કેનાલમાં રવિપાક માટે નેવું દિવસ પૂરતા પ્રમાણમાં ખેડૂતોને પાણી મળે તો નિષ્ફળ ગયેલ ખરીફ પાકની નુકશાનીમાંથી બહાર આવી સકાય અને તા. ૧-૧૧-૧૮ થી ૯૦ દિવસ પૂરતા પ્રમાણમાં પાણી મળે તેવી માંગ કરી છે અને ટેઈલ ભાગમાં છેવાડાના ગામોને પાણી પહોંચાડવા માટે પાણીચોરી રોકવા તકેદારી રાખવામાં આવે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવે તો જ છેવાડાના ગામોને પાણી મળી સકે જેથી તે પ્રમાણે બંદોબસ્ત ગોઠવવા અને રવિપાકની મોસમમાં પાણી મળી રહે તેવી માંગ કરી છે.(૨૩.)

(12:19 pm IST)