Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા

મજેવડીમાં ૧૭, જુનાગઢમાં ૬ બહેનોને વિનામુલ્યે સિલાઇ મશીન અર્પણ કરાયા

મહિલા મંડળની પ્રવૃતિને બિરદાવતા આગેવાનો, દાતાઓનું સન્માન કરાયુઃ મજેવડીમાં સિવણ વર્ગનો પ્રારંભ

જુનાગઢ તા ૧૦ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઉપક્રમે તાજેતરમાં મજેવડી ખાતે સ્થાનિક લેઉવા પટેલ મહિલા મંડળના માધ્યમથી ૧૭ અને જુનાગઢની સ્ત્રી નિકેતન સંસ્થા ખાતે ં૬ બહેનોને વિના મુલ્યે સિલાઇ મશીન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મજેવડીમાં આ પ્રસંગે બહેનોને તાલિમ આપવા માટે સિવણ વર્ગનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

 

જુનાગઢ જિલ્લા અને સોૈરાષ્ટ્રના ગાંંમડાઓમાં જરૂરિયાતમંદ મહેનોને ૩૮૪૦ થી વધુ સિલાઇ મશીન દાતાઓના સહયોગથી અર્પણ કરી આત્મનિર્ભર બનાવનાર જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના માધ્યમથી જુનાગઢ તાલુકાના મજેવડીમાં સિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે દિપપ્રાગ્ટય બાદ હાજર આગેવાનો નાનજીભાઇ વેકરિયા, જશુબેન કોરાટ, સવજીભાઇ સાવલિયા વગેરે આગેવાનોએ મહિલા મંડળની આ પ્રવૃતિને બિરદાવી હતી. ખાસ કરીને બહેનોને પગભર બનાવવા માટેચાલતા આ અભિયાનને સમાજના ઉત્કર્ષ માટે મહતવનું ગણાવ્યું હતું.

મજવડી ગામની ૧૭ બહેનોને દાતાઓના સહયોગથી મુકેશભાઇ મંડેરી, કરશનભાઇ ધડૂક, રમણીકભાઇ હિરપરા, જેન્તીભાઇ વઘાસિયા, ગાંડુભાઇ ઠેસિયા, ચુનિભાઇ રાખોલીયા, મંજુબેન વઘાસિયા, તેમજ આસપાસના પત્રાપસર, આંબલીયા, રૂપાવટી, ગોલાધર, ઝલણસર, વાલાસીમડી માખિયાળા, વગેરે ગામના સરપંચો અને આગેવાનોના હસ્તે સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ બહેનો સિલાઇ મશીન ચલાવતા શિખી શકે તે માટે સિવણ વર્ગનો પ્રારંભ પણ મજેવડીમાં કરવામાં આવ્યો હતો.

સમુહ લગ્નના પ્રણેતા અને મહિલા મંડળના માર્ગદર્શન હસુભાઇ વઘાસિયા તથા મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન બી. વઘાસિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બહેનો પોતાના પરિવારને ઉપયોગી થઇ શકે અને પગભર બનીને મદદરૂપ થઇ શકે તે માટે આ સિલાઇ મશીન અર્પણ કરવામાં આવી રહ્યા છે.

કાર્યક્રમને સફળ બનાવવા મજેવડી મહિલા મંડળના પ્રમુખ વિભાબેન હિતેશભાઇ ઠુંમર, ઉપપ્રમુખ ઇલાબેન રમેશભાઇ ઢોલરિયા, ચેતનાબેન પરેશભાઇ અમીપરા, જાગૃતિબેન ઉદયભાઇ રૂડાણી, પરિતાબેન વિપુલભાઇ પોકિયા, રેખાબેન ધીરૂભાઇ ગજેરા, જગદિશભાલ હિરપરા,, સભ્યો  સોનલબેન કાંતિભાઇ ચોવટીયા, કંચનબેન નટુભાઇ ચોથાણી, ગીતાબેન સુરેશભાઇ પોકીયા, રેખાબેન બમેશભાઇ ચોથાણી, જયોત્સનાબેન વિઠ્ઠલભાઇ ચોથાણી, કિરણબેન અલ્પેશભાઇ રામાણી, સંગીતાબેન કિરણભાઇલ ચોથાણી, રેખાબેન મનસુખભાઇ ઢોલરિયા, જલ્પાબેન ઘનશ્યામભાઇ સોજીત્રા, લક્ષ્મીબેન ભાવિનભાઇ હિરપરા, દયાબેન તેજસભાઇ ઠુંમર, નીમુબેન જેન્તીભાઇ વાગડિયા, સંગીતાબેન પરસોતમભાઇ ઢોલરિયા, વિરલબેન કોૈશિકભાઇ બાબરીયા, સોનલબેન સંજયભાઇ ઢોલરિયા વગેરે જહેમત ઉઠાવી હતી. (૩.૩)

(12:17 pm IST)