Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગરમાં સાઇકલીસ્ટ સૌરભ જૈનને સુપર રેન્ડોમરનું ટાઇટલ એનાયત

ભાવનગર તા.૧૦ : આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ફ્રાન્સની સાહસ પ્રોત્સાહક સંસ્થા એડેકસ ફ્રાન્સના યજમાનપદે રાજકોટની હાઇકર સાયકલ કલબ અને અમદાવાદની સાયકલોન સાયકલકલના સંયુકત ઉપક્રમે તાજેતરમાં યોજાયેલ ૨૦૦ કીમી, ૩૦૦ કીમી, ૪૦૦ કીમી અને ૬૦૦ કીમી સાયકલ રેસમાં તેના બ્રેવેટ રેન્કોનિયર મોનોડયુકસ નિયમોને આધીન નિયત કરાયેલ સમય અવધી પહેલા પોતાના સાથી મિત્ર અચ્ધ્યોદ નાગના સથવારે પુરી કરનાર ભાવેણાના યુવાન સાયકલીસ્ટ સૌરભ જૈનએ ફ્રાન્સની આ આંતરરાષ્ટ્રીય સાયકલ સંસ્થાનું સુપર રેન્ડોમરનું ટાઇટલ પ્રાપ્ત કરીને ગુજરાતના અગ્રવાલ સમાજનુ ગૌરવ વધારેલ છે.

તાજેતરમાં જ રાજકોટ - અમદાવાદની સાયકલ કલબોના સંયુકત ઉપક્રમે એડેકસ ફ્રાન્સ સાયકલ ઇન્સ્ટીટયુટ દ્વારા અમદાવાદથી શરૂ કરી આબુ રોડ સિરોહી અને સીયોગંજની ભેંકાર પર્વતમાળા પાર કરી ૬૦૦ કીમીની સાયકલ યાત્રાની ૨૬ સ્પર્ધકો પૈકી સૌરભ જૈનએ ૪૦ કલાકના સમય અવધીવાળી સાયકલ રેસ તેણે માત્ર ૩૯ કલાકમાં પુર્ણ કરી સુપર રેન્ડોમટનો ખીતાબ હાંસલ કરી સમગ્ર ગુજરાતના યુવાનોને પ્રેરણા આપતો દાખલો બેસાડયો છે. આ સ્પર્ધામાં ગુજરાતના રાજકોટ - અમદાવાદ  તથા અન્ય સીટીના મળી કુલ ૫૮ ગ્રુપ પૈકી ભાવનગરના માત્ર બે જ સાયકલીસ્ટો હતા જેમાં એક સૌરભ વિપનકુમાર જૈન હતા.(૪૫.૬)

(12:16 pm IST)