Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઉમરાળા પંથકમાં વાડીમાંથી ૫૭ હજારના દારૂ સાથે ઝડયાયો

ભાવનગર, તા.૧૦: ભાવનગર એલ.સી. બી સ્ટાફનાં માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમ્યાન ર્ંંપો.ઇન્સ. ડિ.એમ. મિશ્રાન હકિકત મળેલ કે, હરદેવસિંહ ઉર્ફ લાલો ઉર્ફે સદામ અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા તેનો નાનો ભાઇ કુલદીપસિંહ ઉર્ફે કાનભા અનિરૂધ્ધસિંહ ગોહિલ રહે.બંને કેરીયા તા.ઉમરાળા તેની કેરીયા-પીપરાળી ગામની કરાળ સીમ તરીકે ઓળખાતી વાડીના મકાનમાં  દારૂનો જથ્થો ઉતારેલો છે.ંર્ં જે બાતમી આધારે વાડીએ રેઇડ કરતાં કુલદીપસિંહ  રહે.કેરીયા તા.ઉમરાળાવાળો હાજર મળી આવેલ.તેઓની વાડીનાં મકાનનાં રૂમમાં બનાવેલ મોટા ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ૭૫૦ ML બોટલ નંગ-૫૨ કિ.રૂ.૧૫,૬૦૦/-, ૧૮૦ ML બોટલ નંગ-૧૭૩ કિ.રૂ ૧૭,૩૦૦/- તથા બીયર ૫૦૦ ML ટીન નંગ-૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા મજકુરની અંગજડતીમાંથી મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧,૫૦૦/- મળી કુલ રૂ.૫૮,૪૦૦/-નો મુદ્દામાલ મળી કબ્જે કરવામાં આવેલ..

આમ, ભારતીય બનાવટનાં બિયરનાં જથ્થા સહિત કુલ રૂ.૫૮,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં ભાવનગર, એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં પૃથ્વીરાજસિંહ ગોહિલ, ચંદ્રસિંહ વાળા,ઇમ્તીયાજભાઇ પઠાણ, સત્યજીતસિંહ ગોહિલ, ચિંતનભાઇ મકવાણા, તરૂણભાઇ નાંદવા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.(૨૨.૪)

(12:15 pm IST)