Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વાંકાનેર તાલુકાના જીલ્લા પંચાયતના ૬ સભ્યો ઉપર લટકતી તલવાર

વાંકાનેર, તા. ૧૦ : વાંકાનાર તાલુકામાં જીલ્લા પંચાયતની ૬ બેઠકોના ચૂંટાયેલા જીલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષમાં બળવો કરી મોરબી જીલ્લા પંચાયતમાં પક્ષનો વિપ હોવા છતાં પણ વિરોધી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશનો અનાદર કરતા વાંકાનેર તાલુકાના ૬ સભ્યો તેમજ મોરબી જીલ્લાના મોરબી, માળીયા ટંકારાને હળવદ વિસ્તારના દશ સભ્યો જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના કુલ ૧૬ સભ્યોએ કોંગ્રેસ પક્ષના વિપનો અનાદર કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં ઉપરોકત સભ્યો સામે પક્ષનો અનાદર કરેલ હોય તેને સભ્યપદેથી દૂર કરવા મોરબી જીલ્લા પંચાયતના સભ્યોએ માંગણી કરતા તા. ૧૭ના સભ્ય પદેથી દૂર કરવા અને પોતાના સ્વાર્થ ખાતર ચૂંટણીમાં મનમાની કરી ભ્રષ્ટાચારમાં શામેલ રહેલા મોરબી જીલ્લાના ૧૬ સભ્યમાંથી વાંકાનેરના ૬ સભ્ય ઉપર લટકતી તલવાર ઉભી થઇ છે. (૮.પ)

(12:15 pm IST)