Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભાવનગર-જીલ્લામાં નવરાત્રી પર્વ ઉજવવા માટે થનગનાટ

ભાવનગર તા. ૧૦ :.. સમગ્ર ગુજરાતી પ્રજાજનોનું માનીનું પર્વ અને દર વર્ષ એક માસ અગાઉથી જેની તૈયારીઓ શરૂ થઇ જાય છે એવા નવરાત્રી પર્વની તડામાર તૈયારીઓને અંતિમ આકાર આપવામાં આવી રહ્યો છે.

માં જગતજનની જગદંબાની પરમ આરાધના ભકિતનું અનોખા પર્વ નવરાત્રીમાં ૬૪ પૈકી મુખ્ય નવ દેવીઓની અલગ-અલગ સ્વરૂપે પૂજા-ઉપાસના ત્થા વ્રત અનુષ્ઠાન વડે  પામર મનુષ્ય પોતાની જાતને ધન્ય કરે છે. હાલ ભાવનગર શહેર-જિલ્લામાં નવરાત્રી શરૂ થવાના એક દિવસ પૂર્વે જાહેર સ્થળે યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોમાં સમગ્ર તૈયારીઓ પૂર્ણતાના આરા પર છે.

જાહેર સર્કલો પર સ્ટેજ, મંડપ, રોશની,  તોરણ સહિતની વસ્તુઓ દ્વારા શણગારવામાં આવી રહ્યા છે તો બીજી તરફ નવ દિવસના અનુષ્ઠાન અર્થે માતાના આકર્ષક ગરબાઓ, ચુંદડીઓ, અગરબતી,ધૂપ સહિતના વેચાણ અર્થે ઠેર-ઠેર સમીયાણાઓ ઉભા કરવામાં આવ્યા છે તો યુવા વર્ગ ગરબે રમવા થનગની રહ્યું છે. (પ-૧પ)

(12:15 pm IST)