Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

હળવદ તાલુકા નો સીઝનનો છેલ્લો મેળો રણજીત ગામે સંપન્ન

હળવદ તા ૧૦ : આમ તો મેળાની શરૂઆત શ્રાવણ માસમાં થાય છે. અને લગભગ શ્રાવણ માસમાં સંપૂર્ણ થતા હોય છે. તરણેતર અને કચ્છ નો મેળો ભાદરવા માસમાં થાય છે જયારે હળવદ તાલુકાના હળવદ સહીત વિવિધ ગામો જેવા કે ટીકર, દેવળીયા, સુખપર બાદ ભાદરવી અમાસના દિવસે રણજીતગઢ ગામે સીઝનનો છેલ્લો મેળો દર વર્ષે યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

રણજીતગઢનો મેળો  યોજાવા અંગેની લોકવાયકા મુજબ જયારે નિલકંઠ વર્ણી બાળસ્વરૂપે વન વિચરણ દરમ્યાન રણજીતગઢ ગામે આવ્યા હતા ત્યારે નજીક આવેલ ખેરીયારી ધામ પાસે આવેલા તળાવનું પાણી ખુબ જ ઝેરી હતું અને ગ્રામજનો તળાવનું પાણી પીવા માટે કે અન્ય કામ માટે ઉપયોગ નહોતા કરી શકતા ત્યારે નિલકંઠ વર્ણી સ્વરૂપે ભગવાન સ્વામીનારાયણ તળાવમાંથી પાણી પીવા લાગ્યા ત્યારે ગાયો ચરાવતો ગોવાળેે કહ્યુંું કે પાણી પીશો નહીં અમે અમારી ગાયો ને પણ પાણી નથી પીવડાવતા, ત્યારે નિલકંઠ વર્ણી એ કહ્યું હતું કે હવેથી આ પાણીમાંં ઝેર રહેલ નથી અને બધા મનુષ્યો અને પશુઓ પાણી પી શકશો.

નિલકંઠવર્ણીએ તળાવમાં સ્નાન પણ કર્યુ હતું ત્યારથી આજ સુધી સ્વામીનારાયણ સંપ્રદાય ના સંતો દ્વારા અંહી લોક મેળાનું આયોજન કરવા માં આવે છે અને સંતો તથા હરિભકતો દ્વારા આ તળાવમાં સ્નાન કરવામાં આવે છે. (૩.૬)

(12:15 pm IST)