Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

રાધા-કૃષ્ણના સખા-સખીઓ માટે કલરફૂલ પુસ્તક

અનોખુ જીવનચરિત્રઃ કૃષ્ણથી દ્વારકાધીશ

રણુજા પાસેના વર્ણા ગામમાં ખેતીકામ કરતા યુવાન કલ્પેશ ઉમરેટિયાએ કલમ રેલાવી...

રાજકોટ, તા.૯: પાંચ હજારથી પણ વધારે વર્ષોથી અખંડ લોકપ્રિય રહેલું વ્યકિતત્વ એટલે કૃષ્ણ. નટખટથી પુર્ણપુરુષોતમ સુધીના વિશેષણો ધરાવતા આ વ્યકિતત્વ વિશે ખૂબ લખાયું છે. ખૂબ લખાઇ રહ્યું છે અને લખાતું રહેશે. શ્રી કૃષ્ણ શબ્દોમાં સમાઇ શકે તેમ નથી, શબ્દોથી આલેખાઇ શકાય તેમ નથી. અનુભૂતિનો આ વિષય છે.

જામનગર જીલ્લાના રણુજા પાસેના ગામ વર્ણામાં ખેતીકામ કરતા યુવાન કલ્પેશ ઉમરેટિયાએ શ્રી કૃષ્ણનું અનોખુ જીવન ચરિત્ર આલેખ્યુ છે. 'કૃષ્ણથી દ્વારકાધીશ ભાગ-૧' પુસ્તકની પ્રસ્તાવનામાં કૃષ્ણ લખાયું છે કે, 'કૃષ્ણનું જીવન ચરિત્ર આલેખવા માટે પણ શ્રી કૃષ્ણની કૃપા લેવી જરૂરી છે.'.. ૧૪૩ પાનાના ફોર કલર ગ્રંથમાં ૪૮ પ્રકરણોમાં કૃષ્ણના જીવન ચરિત્રની ઝલક પીરસાઇ છે. યદુવંશથી માંડીને ભગવાન શ્રી કૃષ્ણની લીલાના વિવિધ પ્રસંગો રસાળશૈલીમાં આવરી લેવાયા છે. પ્રસંગો સાથે ચિંતન પણ રજુ થયું છે.

લેખક કલ્પેશ ઉમરેટિયા કહે છે કે, પ્રભુએ લખાવ્યું તેવું લખ્યુ છે. વધારેમાં વધારે લોકો શ્રી કૃષ્ણને સમજે તેઓ ઉદેશ છે. આ પુસ્તક સોશ્યલ મીડિયાના મિત્રોના સહયોગથી પ્રકાશિત થયું છે.(૨૩.૨)

પુસ્તકની ઝલક

પુસ્તકઃ કૃષ્ણથી દ્વારકાધીશ

લેખકઃ કલ્પેશ ઉમરેટિયા

પાનાં: ૧૪૩

કિંમત : રૂ.પ૦૦/

પ્રાપ્તિ સ્થાનઃ કલ્પેશ ઉમરેટિયા, વરણા ગામ, રણુજાની બાજુમાં, જી.જામનગર

મો. ૯૪૨૭૯૦૬૮૫૭

(12:11 pm IST)