Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

થાનના મહેશ સોલંકીએ ફિનાઇલ ગટગટાવ્યું: રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૦: થાનના આંબેડકરનગર-૩માં રહેતો મહેશ લક્ષમણભાઇ સોલંકી (ઉ.૨૧) નામનો મેઘવાળ યુવાન સાંજે ઘરે ફિનાઇલ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મહેશ બે ભાઇ, બે બહેનમાં નાનો અને કુંવારો છે. તે કારખાનામાં મજૂરી કરે છે. સાંજે બંને ભાઇ કામેથી ઘરે આવ્યા બાદ મોટા ભાઇએ રસોઇ બનાવવાનું કહ્યું હતું. એ વખતે મહેશે કોઇપણ કારણોસર ફિનાઇલ પી લીધી હતી. કારણ બહાર ન આવતાં થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)