Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વિસાવદરમાં માલધારી સમાજ દ્વારા વનરાજાનું બેસણુ

એક સાથે ૨૩ સિંહોના મોતથી ભારે શોકઃ માલધારી સમાજ સાવજોને પોતાના પરિવારના સભ્ય જ ગણે છે

વિસાવદર તા. ૧૦ :  વિસાવદરમાં આજે માલધારીઓ દ્વારા ૨૩ મૃતક સિંહોના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોકત બેસણું યોજાયું છે.

ભારતની આન બાન અને શાન શમા સાવજોના અકાળે થયેલા મોતને લઇ સમગ્ર દેશવાસીઓ શોકમગ્ન થઈ ગયા છે. એશિયાટિક સાવજોએ પૂરી દુનિયામાં ગીરનું નામ રોશન કર્યું છે. એવા સિંહના પર્યાય બનેલા માલધારીઓ ૨૩-૨૩ સિંહના થયેલા દુઃખદ અવસાનને લઇ ઉંડો શોક વ્યકત કરે છે. જયારે પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શા સ્ત્રોકત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે ત્યારે ગીરના માલધારીઓ સાવજોને પોતાના પરિવારનો સભ્ય જ ગણતા હોય છે જેથી કુટુંબના સભ્યો એવા સાવજોના થયેલા કરૂણ મૃત્યુને લઇ વિસાવદર ગીર માલધારી સમાજ દ્વારા આજે બુધવારે જુના બસ સ્ટેન્ડ ચોક,વિસાવદર ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી સાવજોનું બેસણાનું આયોજન કરવામાં આવેલ છે. આ બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહઙ્ગ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ઘાંજલિ આપવામાં આવશે. એકી સાથે ૨૩ સિંહોના મોતની ઘટનાથી માલધારી સમાજ હચમચી ઉઠયો છે.(૨૧.૭)

(12:06 pm IST)