Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અલંગના દરિયામાં બે જહાજોમાંથી દેશી ચાંચિયાઓએ મોટા જથ્થામાં સામાન લૂંટયો

ભાવનગર તા.૧૦ : ભાવનગર નજીકના અલંગના દરિયામાં બે જહાજોમાંથી દેશી ચાંચીયાઓએ મોટા જથ્થામાં માલ-સામાનની લૂંટ ચલાવી હતી.

ભાવનગર નજીક અલંગશીપ બ્રેકીગ યાર્ડમાં ભાંગવા માટે આવી રહેલ જહાજોને વારંવાર દેશી ચાંચીયાઓ દ્વારા લૂંટી લેવામાં આવતા હોવાના બનાવો બને છે. આવો વધુ એક બનાવ બનવા પામ્યો છે. મળતી વિગતો મુજબ અલંગમાં પ્લોટ નં.૯૧ દ્વારા ખરીદવામાં આવેલા ૧૭૭૯ મેટ્રીક ટનના શિપ ડેડ વેસલ 'બીલી'ને ખેંચીને ડગ 'ગીરી'અલંગ તરફ આઇ રહી હતી ત્યારે મધરાત્રે  આ જહાજ ઉપરાંત પ્લોટ નં.૬૦ વારા ખરીદવામાં આવેલા ડેડ વેસલ 'ડેલ' ખેંચીને ટગ 'કોલોમગ્નો' અલંગ શિપબ્રેકીંગ યાર્ડ તરફ આવી રહ્યા હતા ત્યારે જાફરાબાદથી સરતાનપર સુધીના દરિયામાં દેશી ચાંચીયાઓ ૬ હોડીયો દ્વારા ડેડ વેસલ પર પડી અને કિંમતી માલ-સામાનની લુંટ ચલાવી ગયા હતા. ટોઇંગ કરીને આવી રહેલ ડગના અધિકારીઓ દ્વારા વીટીએમએસને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઇ મદદે પહોંચી ન હતી.બે-બે જહાજો પર દેશી ચાંચીયાઓએ લુંટ ચલાવતા ચકચાર જાગી છે. અલંગમાં દરિયા નજીક આવા બનાવો વારંવાર બને છ.ે(૬.૯)

(12:06 pm IST)