Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પોરબંદરમાં પોલીસના મકાનમાં હાથ ફેરો કરનાર વિરમ લખુ દ્વારા વધુ પ ચોરી કર્યાની કબુલાતો

પોલીસ સમક્ષ લાખો રૂપિયાનો ચોરાઉ મુદામાલ કાઢી આપ્યોઃ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૦ : સીતારામનગરમાં પોલીસના મકાનમાં ૧૧ તોલા સોનું તથા એક લાખ એંશી હજારની રોકડની ચોરી જનાર અને શંકાના આધારે પકડાયેલા વીરમ ઉર્ફે વિજય લખુ આગઠે પોલીસની પુછપરછમાં વધુ પ ચોરી કર્યાની કબુલાત આપી છે તેમને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

સીતારામનગરમાં ગત તા.૪ ના રોજ માલદેભાઇ અરજણભાઇના મકાનમાં ૧૧ તોલા સોનું અને રોકડ સહિત ૧૦૮,૦,૦૦૦ ની ચોરીમાં આરોપી વિરમ લખુને પોલીસ અધિક્ષક પર્થરાજસિંહની સૂચના અને એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર ડી.વી. બસિયાના માર્ગદર્શનથી પી.એસ.આઇ. એસ.એન. ચુડાસમા તથા સ્ટાફે પકડી પાડેલ છે

પોલીસની પુછપરછમાં વિરમ લખુએ કબુલાત બાદ અગાઉ ચોરી કરેલ સોનાની માળાઓ સોનાની લકકી ચેઇન નંગ-ર સહિત ૧૬પ૦૦૦નો મુદ્દામાલ કાઢી આપેલ હતો.

તેમણે એક વર્ષ પહેલા સીતારામનગરમાં રહેતા કાના ઓડેદરાના મકાનમાં સોનાના દાગીના તથા રોકડ ચોરી કર્યાનું તેમજ આઠેક માસ પહેલા એરપોર્ટ રોડ ઉપર બાપુનગરમાં નગાજણ ખુંટીના મકાનમાં સોનાના દાગીના અને રોકડ પ હજાર ચોરી કર્યાની કબુલાત આપી હતી.

૬ માસ પહેલા સીતારામનગરમાં એક મકાનમાંથી ૧પ હજાર રોકડની ચોરીની કબુલાત તેમજ ત્રણેક માસ પહેલા પરબત મેરના મકાનમાં ૩ હજાર રોકડ ચોરી લીધાની કબુલાત કરી હતી પોલીસ સમક્ષ આરોપીઓએ ચોરાઉ લાખોનો મુદ્દામાલ કાઢી આપી હતી.(૬.૧૦)

(12:05 pm IST)