Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કલ્યાણપુરનાં લીંબડી પાટીયા પાસે જૂથ અથડામણ-ફાયરીંગ

ખનીજ ચોરીનાં ડખ્ખામાં ધીંગાણુ થતા એક ગંભીર

ખંભાળીયા તા.૧૦ : બોકસાઇટના કાળા ધંધા માટે કુખ્યાત એવા કલ્યાણપુર તાલુકામાં ગત રાત્રીનાબોકસાઇટની જમીનના જ ખરાબામાંથી ખનીજ ખોદવા બાબતે મનદુઃખ થતા સામસામી તલવાર રીવોલ્વર, ધોકા, પાઇપનો ઉપયોગ કરીને ઝઘડો થતા તથા ગામ હાવે-પર લીંબડીના પાટીયા પાસે પ્હોરમાં ફાયરીંગ થતા તંત્ર દોડતું થયું છે.

કલ્યાણપુર પોલીસમાં વિપુલ નારણ ચુંદ્વાવાડીયાએ રામદે લખમણ ચાવડા રહે. મેવાસા, ગોવિંદ લગારીયા તથા હાદુ લગારીયા રહે. લીંબડીવાળા સામે જમીન બાબતે માથાકુટ કરીને તલવાર પાઇપ લાકડીથી હુમલો કર્યાની ફરીયાદ કરી છે.

આ પ્રકરણમાં સામાવાળા જુથના માલદે આહિર નામના શખ્સને માથામાં તલવારથી ગંભીર ઇજા થતા પ્રથમ જામનગર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પીટલમાં લઇ ગયા છે.

કલ્યાણપુરના એક બોકસાઇટ કંપનીની જમીનની બાજુમાં સરકારી ખરાબામાંથી ખનીજ ખોદકામ કરવા બાબતે આ બન્ને જુથોના વ્યકિતઓને બે દિવસ પહેલાજ બોલાચાલી થઇ હતી જે પછી રાત્રે એકાદ વાગ્યે માલદે તથા સામે લગારીયા જુથના વ્યકિત સાથે ફોનમાં બોલાચાલી થતા બન્ને લીંબડીના પાટીયા પાસે ભેગા થયા હતા જેમાં આ તકરાર થઇ હતી વધુ એક વખત કલ્યાણપુર તાલકુામાં ઝઘડાનું કારણ બોકસાઇટ બન્યુ છે ગેરકાયદેસર ખનીજ ?! જોકે રાત્રે એકાદ વાગ્યે વર્નાગાડી અકસ્માત જેવી હાલતમાંં તથા જમીન પર કારતુસ પડયાની જાણ થતા પોલીસે રાત્રે ઘટના સ્થળે દોડી તપાસ કરતા માલદે આહીરને ઇજા માથામાં થતાં પ્રથમ ખંભાળિયા ત્યાંથી જામનગર અને પછી રાજકોટ ખસેડાયાનું બહાર આવ્યું છે.

બનાવની જાણ થતાં કલ્યાણપુર પો.સ.ઇ. એસ.એસ. ભદોૈરિયા ઘટના સ્થળે પહોંચતા તેમણે રીવોલ્વરના ચાર જીવતા તથા એક ફુટેલો કારતુસ તથા તલવાર ઘટના સ્થળેથી કબ્જે કરી હતી તથા બનાવ અંગે કોર્ટ ફરિયાદ થશે.

બનાવમાં રીવોલ્વરનું ફાયરીંગ થયું તે ગેરકાયદેસર હોય આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તો જાહેરમાં ગેરકાયદે રીવોલ્વરના ફાયરીંગની ઘટના એ પણ ચકચાર જગાવી છે.કલ્યાણપુર પો.સ.ઇ. એસ.એસ. ભદોૈરિયાએ જણાવેલ કે બનાવમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરમાં તકરાર કરનારાઓ તથા હથિયારોનો ઉપયોગ કરનારા સામે કડક પગલા ભરવામાં આવશે.(૬.૧૩))

 

(12:02 pm IST)