Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

જન્મથી ૧૪ વર્ષના સૌરાષ્ટ્રના ૧૧૦૦ થી વધુ બાળકો ટાઇપ-૧ પ્રકારના ડાયાબીટીસના ભોગ બન્યા છેઃ વોરા

ધોરાજી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જુવેનાઇલ ડાયાબીટસ ફાઉન્ડેશનની સ્થાપના

ધોરાજી તા. ૧૦ :.. ધોરાજી જૈન જાગૃતિ સેન્ટરનો ૮મો વાર્ષિક સ્થાપના દિન મહોત્સવ  પ્રસંગે ગાંધીવાદી ખાતે યોજાયેલ સાંસ્કૃતિક સમારોહમાં સ્થાપક પ્રમુખ લલીતભાઇ વોરાએ જણાવેલ કે જૈન જાગૃતિ સેન્ટરની સ્થાપના  ના ૮ વર્ષ પૂર્ણ થઇ રહયા છે અને ૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે પરસ્પર પરિચય અને પ્રેમથી  માં ગરબો પરિવાર, એટલે જૈન જાગૃતિ સેન્ટર જે જૈન સપ્રદાયના ૪ ફીરકાઓને એક મંચ ઉપર લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યુ છે અને આજે ધોરાજી માં જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશનની સ્થાપના અપુલભાઇ દોશી (રાજકોટ) ના માધ્યમથી કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં જન્મથી ૧૪ વર્ષના કુલ ૧૧૦૦ થી વધુ બાળકો ટાઇપ-૧ ડાયાબીટીશનો ભોગ બન્યા છે તે તમામ બાળકોને રાજકોટના અને મુળ ધોરાજીના વતની અપુલભાઇ દોશીના માધ્યમથી ધોરાજીમાં આજથી સેવા કાર્યની સ્થાપના કરી રહ્યા છીએ. આજના આ પ્રસંગ જૈન સમાજના તમામ આગેવાનોને સત્કાર સાથે  આવકારેલ અને રાજકોટના અપુલભાઇ દોશીનું સેવા કાર્ય બદલ સન્માન કરેલ હતું.

સમારોહના અધ્યક્ષ સ્થાનેથી રાજકોટના અપુલભાઇ મુકુંદભાઇ દોશી (એવરમાસ્ટર) એ જણાવેલ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સંજોગોમાં ડાયાબીટીશનો રોગ કુદકે ને ભુસ કે માનવ શરીરમાં પ્રવેશી રહ્યો છે અને ખાસ કરીને નવા જન્મેલા બાળક થી માંડી ૧૪ વર્ષના બાળકો માટે મોટી સમસ્યા જોઇ રહ્યા છીએ. દરરોજ ૪ થી પ વખત આવા ભૂલકા જેવા બાળકો ઇન્સ્યુલીન લેવા પડે છે જે ખર્ચાળ છે જયારે મને વિચાર આવ્યો કે  મારે રાજકોટ સૌરાષ્ટ્રમાં જન્મથી જે બાળકોને  ડાયાબીટીશ છે એવા તમામ જ્ઞાતિના બાળકોને વિનામૂલ્યે સારવાર આપવી છે જે ભાવથી રાજકોટ ખાતે 'જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશન'ની સારવાર કરી અને આજે ૧૧૦૦થી વધુ બાળકો અમારી સંસ્થામાં જોડાયા છે. જેને વર્ષમાં૪થી પ વિનામૂલ્યે કેમ્પ વિનામૂલ્યે ઇન્સ્યુલન્સ પેનનીડલ-સીરીન્જ વિગેરે તમામ સારવાર બાળકોને નિવામૂલ્યે આપવામાં આવે છે અને વર્ષમાં ૧થી બે વખત તમામ બાળકોને મનોરંજન પીકનીક જોવા પણ યોજવામાં આવે છે અને આજે ધોરાજીમાં આ સંખ્યા શરૂ થતા અમારી સંસ્થા દ્વારા તમામ સુવિધા આપવામાં આવશે.

ધોરાજીમાં જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્ડેશનની સારવારની સાથે જે જૈન સમાજે દાનનો ઘોઘ વસાવ્યો હતો અને આ તકે પરમુખ લલીતભાઇ વોરાએ સૌનો આભાર માનેલ હતો.

સમારોહમાં મુખ્ય મહેમાન પદે  ધોરાજી જૈન સમાજના ચાર ફિરકાઓમાં જૈન સંઘના પ્રમુખ અનુપચંદ સુખડીયા (વિરાભાઇ), ગોંડલ જૈન સંઘના પ્રમુખ શરદભાઇ દામાણી, લીંબડી જૈન સંઘના પ્રમુખ અરૂણભાઇ સંઘાણી, લોકાગચ્છ જૈન સંઘના પ્રમુખ જસવંતભાઇ વોરા અને પોરબંદરના મહાત્મા ગાંધીનો રોલ ભજવતા ગીનીષ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ જયેશભાઇ હિંગરાજીયા, કિશોરભાઇ રાઠોડ, રાજુભાઇ એરડા વિગેરેનું સન્માન કરેલ હતું.

આ તકે ધોરાજી જૈન જાગૃતિ સેન્ટરના મહિલા વીંગના પ્રમુખ વિરલબેન પારેખએ મહિલાઓના કાર્યની હળવી શૈલીમાં માર્ગદર્શન આપેલ હતું.

સમારોહમાં જૈન જાગૃતિ સેન્ટરના મંત્રી તેજશભાઇ મહેતા, હરેશભાઇ શાહ, દિલીપભાઇ પારેખ, નિકુંજભાઇ પારેખ, ધર્મેશભાઇ શાહ, દેવાંગભાઇ સંઘવી વિગેરેએ જહેમત ઉઠાવી હતી અને સાંસ્કૃતિક સમારોહ યોજાયો હતો.  (પ-૧૪)

(12:02 pm IST)