Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ખાંભાના નિંગાળા ગામે ધોધમાર વરસાદ: ગામની બજારોમાં ગોઠણડૂબી પાણી ભરાયા

એક ભેંસ અને ગાય પણ ડૂબી : ગામલોકોએ મહા મહેનતે બહાર કાઢી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નિંગાળા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યા હતા અને ગામની બજારોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા બીજીતરફ ગામની  સીમમાં ચરવા માટે ગયેલ પાલતુ ભેંસોને ગામના લોકો દ્વારા આડશ કરી લાવવામાં આવી હતી જોકે એક  ભેંસ અને ગાય પણ ડૂબી હતી જેને મહા મહેનતે ગામના લોકોએ ભેંસ-ગાયને પાણીમાંથી બહાર કાઢી  હતી 

(9:46 pm IST)