Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હળવદના સુખપર ગામે મહિલાની છેડતી

હળવદના સુખપર ગામે રફેતા સોનલબેન અજીતભાઈ રાઠોડ રજપૂત (ઉંમર વર્ષ ૩૦) એ ગામના પ્રભાત લક્ષ્મણ પરમાર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે પ્રભાત પરમાર અવાર નવાર સોનલબેનની સામું જોઈને બીભત્સ ઇશારા કરે છે અને એક વખત તો સોનલબેનનું બાવડું પકડીને પ્રભાતે તેઓની લાજ લેવાની પણ કોશિશ કરી હતી તેમજ ચાલ મારી સાથે તેમ કહીને જો સાથે નહીં આવે તો બાળકોને છરી વડે મારી નાખવાની પણ પ્રભાતે ધમકી આપી હોય અંતે સોનલબેને તેની વિરૃધ્ધ હળવદ પોલીસમાં ગુનો નોંધાવતા હળવદ પીએસઆઇ પી.જી.પનારાએ કલમ ૩૫૪,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આગળની તપાસ શરૃ કરી છે.

(6:14 pm IST)