Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મોરબીમાં સાસું-નણંદના ત્રાસથી પરિણીતાએ જાત જલાવી ગંભીર હાલતમાં સારવારમાં

ગઇકાલ દરમિયાન મોરબી જિલ્લામાં સ્ત્રી ઉત્પીડનના બે કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોરબીના ધરમપુર ગામે રહેતી પરિણીતાએ તેની સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાાન કરી લેતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાઇ છે.જ્યારે હળવદમાં સુખપર ગામે રહેતી પરિણીતાને સંતાનોને મારી નાખવાની ધમકી આપી બાવડું પકડી લાજ લેવાની કોશિશ કરવામાં આવી હોય તેવો બનાવ પણ સામે આવ્યો હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના ધરમપુર ગામે પરણાવેલ અને મૂળ મહેન્દ્રનગરની પુનમબેન કૌશિકભાઇ માકાસણા નામની સત્યાવીસ વર્ષની પરિણીતા ગઈકાલે રસોઈ બનાવતા દાઝી ગઇ હોય સારવારમાં મોરબી શ્યામ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાઇ હોય તેવું જાણવા મળેલ છે.

બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પુનમબેનને તેની સાસુ તથા નણંદ તરફથી અવારનવાર ઘરકામ સહિતની બાબતોએ મેંણા મારીને ત્રાસ આપવામાં આવતો હોય તેથી સાસુ-નણંદના ત્રાસથી કંટાળી જઈને પુનમબેનએ જાત જલાવી હતી અને તેથી તેઓને સારવાર માટે લઈ જવાયા છે. હાલ તેનોની હાલત ગંભીર છે. તેઓનો લગ્નગાળો અઢી વર્ષનો છે અને સંતાનમાં એક નવ મહિનાનો પુત્ર હોવાનું જાણવા મળેલ છે. મોરબી ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના એસ.વી.સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

(6:14 pm IST)