Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પડધરીના લૈયારામાં એસ.ટી. સ્ટોપ ન મળતા હાઈવે ઉપર એસ.ટી. બસોનો ચક્કાજામ

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ-જામનગર હાઈવે ઉપર પડધરી અને ધ્રોલ ગામની વચ્ચે આવેલ લૈયારામાં એસ.ટી. બસ પ્રશ્ને ગામ લોકોમાં ભારે આક્રોશ બાદ આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

હાઈવે ઉપરના લૈયારા ગામ નજીકથી પસાર થતી એસ.ટી.ની લગભગ ૧૫ જેટલી બસોને ગ્રામજનોએ રોકી દીધી હતી અને લૈયારામાં એસ.ટી. સ્ટોપ આપવા માંગણી થઈ હતી.

ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં લૈયારામાં એસ.ટી. સ્ટોપ ન મળતા ગ્રામજનોમાં આક્રોશ ભભુકી ઉઠયો હતો અને હાઈવે ઉપર ગ્રામજનોએ એકત્ર થઈને એસ.ટી. બસો રોકી હતી અને પોતાની માંગણી પુરી કરવા બુલંદ માંગ કરી હતી.

(4:21 pm IST)