Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુત્રાપાડામાં ૪, વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ

ગારીયાધારમાં અડધો ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૧ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘાવી માહોલ સાથે હળવો - ભારે વરસાદ વરસી રહ્યો છે.

આજે સવારના ૬ થી બપોરના ર વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામં ૪ ઇંચ અને વેરાવળમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ભાવનગરના ગારીયાધારમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ભાવનગર, વલ્લભીપુર, વિંછીયા, રાજકોટ, જોડીયા, ચોટીલા, ચુડા, પાટડી, થાનગઢ, લખતર, લીંબડી અને સાયલામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત ધ્રોલમાં ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો જયારે સુરેન્દ્રનગર જીલ્લાનાં કટૂડામાં પણ ધોધમાર વરસાદ પડયો હતો.

ધોરાજી તાલુકાના ઝાંઝમેરમાં અડધી કલાકમાં ૪ ઇંચ વરસાદ પડયો હતો. જયારે સાયલામાં ઝરમર વરસાદ પડયો હતો.

(3:37 pm IST)