Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ટંકારામાં ૭૦૦ સાયકલિસ્ટો આર્મી જવાનોનું સ્વાગત

ટંકારા :  પુ. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમીતે કેન્દ્રીય સુરક્ષાદળો, બી.એસ.એફ.,સી.આર.પી.એફ, સહિતના જવાનો દ્વારા પોરબંદર થી રાજઘાટ નવી દિલ્હી સુધીની ૧૨૦૦ કી.મી. લાંબી સાયકલ યાત્રા ૭૦૦ જવાનો સાથે શરૂ થયેલ છે. તેમાં ગુજરાતના ૨૦૦ જવાનો જોડાયેલ છે.

ટંકારા મામલતદાર કચેરી, મોરબી પોલીસ, ટંકારા પોલીસ સ્ટેશન, શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ દ્વારા ૭૦૦ સાયકલીસ્ટોનું સ્વાગત કરાયેલ.

ટંકારા ખાતે એ.કે.તિવારી (કમાન્ડર) બી.એસ.એફ. નું સ્વાગત એસ.પી. કરણરાજ વાઘેલા દ્વારા શ્રી રાજવીરસિંઘ (કમાન્ડર) બી.એસ.એફ નું સન્માન પ્રાંત અધિકારી શ્રી અનિલ ગોસ્વામી દ્વારા, અનિલસિંહ યાદવ (કમાન્ડર એસ.એસ.બી) નું સ્ન્માન મામલતદાર બી.કે પંડયા, સંદિપ કે. આર. મિશ્રા (મેજર આસામ રાયફલ) નું સન્માન આચાર્ય રામદેવજી દ્વારા કરાયેલ.આ ઉપરાંત ટંકારાના માજી સરંપચ ધમેન્દ્ર ત્રિવેદી, વ્યવસ્થાપક રમેશભાઇ મહેતા, શશીકાંતભાઇ આચાર્ય, દ્વારા સન્માન કરાયેલ.

ઓમ વિદ્યાલયની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી તથા ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરાયેલ.

ગુજરાતમાં ઠેર ઠેર સ્વાગત થઇ રહયું છે. ઉત્સાહ પુર્વક અમો આગળ વધી રહયા છીએ. પહેલા દિવસે ૧૧૫ કી.મી., બીજા દિવસે ૯૦ કી.મી.,ની સાયકલ યાત્રા કરેલ તેમ બી.એસ.એફ કમાન્ડરે જણાવેલ.એસ.પસ. કરણરાજ વાઘેલા તથા શ્રી રામદેવજી આચાર્ય દ્વારા શબ્દોથી સ્વાગત કરાયેલ. બપોરે બે વાગ્યે રેલી મોરબી જવા રવાના થયેલ

(1:28 pm IST)