Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પોરબંદરઃ ત્રાસ આપી ધમકી આપનારા સામે પગલા ન લેવાય તો આત્મવિલોપનની ચીમકી

પોરબંદર તા.૧૦: વોટ્સએપના  ગ્રુપ એડમીન સહિત શખ્સોએ ત્રાસ આપીને મારી નાખવાની ધમકી આપતા હોય તે ફરીયાદ અરજીઓ પોલીસ અધિક્ષક જામનગર, ડીવાય એસપી અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં આવેલ છે. અને પગલા નહી લેવાય તો આત્મવિલોપનની ચીમકી અનીસભાઇ હાજી યુનુસ કાંગરા રે. જામનગરવાળાઓએ વડાપ્રધાનને રજુઆતમાં આવી છે.

રજુઆતમાં ત્રાસ અને ધમકી આપનાર ગ્રુપ એડમીન જાવેદભાઇ રે. સુરજ, હનીફભાઇ રે. ધોરાજી તથા નવાઝ રે. સુરત તેમજ ઈમ્તીયાઝભાઇ, હામીદ રે. પોરબંદર તથા અન્ય વ્યકિતઓ સામે પગલા ભરવામાં નહીં આવે તો ધોરાજી મોરબી જમાતની ઓફિસ પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. રજુઆતમાં જણાવેલ કે સમાજ સેવાના કામ કામ અને વોટસએપ ગ્રુપ બનાવી મેમણ સમાજને ઉપયોગી થાય તેવી કામ કરીએ છીએ ત્યારે પોરબંદરના હામીદે  જમાત ટ્રસ્ટના હિસાબ કિતાબ પ્રશ્ને ધમકી આપી હતી ત્યારબાદ સાગ્રીતોએ વિરુધ્ધમાં વોટ્સએપ ગ્રુપ ચાલુ કરેલ છે. અને એડમીન ન હોય તેઓએ અપશબ્દ બોલી ચેટ સેવ કરીને ધમકી આપેલ અને કલીપ વાઇરલ કરી છે.

(1:02 pm IST)