Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

જુનાગઢમાં મહોરમને લઇને પોલીસની ફલેગમાર્ચ અને તાજીયા કમીટીના સભ્યોની મુલાકાત

જુનાગઢ : મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામે હુસૈન અને રક્ષણ માટે કરબલાના મેદાનમાં વહોરેલ શહીદીની યાદમાં માતમ મનાવવા ઉજવવામાં આવે છે અને જિલ્લામાં કુલ ૧૧૬ તાજીયાના ઝુલુશ નિકળતા હોય ત્યારે મહોરમની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે જુનાગઢ રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદી અને અસપી સૌરભસિંઘના માર્ગદર્શન જુનાગઢ શહેરમાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ફલેગમાર્ચ યોજી અને તાજીયા કમીટીના સભ્યો સાથે ચિતાખાના ચોક, ગાંધી ચોકની મુલાકાત લીધી હતી. તેમજ માણાવદર ટાઉન વિસ્તારમાં એસઓજીના પીઆઇ જે.એમ. વાળા એલ.સી.બી. પીઆઇ આર.કે. ગોહિલ અને સ્થાનિક પોલીસ પોલીસ સ્ટાફ સાથે મુખ્ય માર્ગો પર ફલેગમાર્ચ કરી હતી. ઉપરોકત તસ્વીરમાં ફલેગમાર્ચ કરતા ડીવાયએસપી પી.જી.જાડેજા, પીએસઆઇ એ.એલ. બારસીયા તથા સ્ટાફ તેમજ તાજીયા કમીટીના હુસેનભાઇ હાલા મુન્નાબાપુ સહિત સભ્યોની મુલાકાત લેતા શ્રી જાડેજા નજરે પડે છે. (અહેવાલ-વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:00 pm IST)